Home Social વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ સપ્તાહની કોગ્રેસે પણ વિરોધ સાથે અનોખી ઉજવણી કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ સપ્તાહની કોગ્રેસે પણ વિરોધ સાથે અનોખી ઉજવણી કરી

605
SHARE
એક તરફ ભાજપ દ્વારા પ્રધાનમંત્રી ના જન્મદિન સપ્તાહ ના તાયફાના આયોજનો કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ ના આગેવાનોએ શહેર માં વરસાદ ને કારણે પડી ગયેલા ખાડાઓનુ પૂજન કરી ભુજ નગરપાલિકા ના સત્તાધીશો ને કુંભકર્ણ ની નિદ્રામાંથી જગાડવા નો પ્રયત્ન કર્યો છે ભુજ શહેરમાં વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તાઓનું ધોવાણ થયું છે વોર્ડ ન. 11 પ્રમુખ સ્વામી નગર માં હાલમાં જ 2 મહિના પહેલા જ બનેલ રસ્તા ઉપર ખાડાઓ પડતા કોંગ્રેસ પક્ષ દ્વારા ખાડાઓના પૂજનનુ આયોજન કર્યુ હતુ હાલમાં જ બે માસ પહેલા આ વિસ્તારમાં સી.સી રોડ બનાવાયો હતો આમ છતાં માત્ર 2 માસમાં આ રોડ સંપૂર્ણ તૂટી ગયો છે. કોગ્રેસના રવિન્દ્ર ત્રવાડીએ આક્ષેપ કર્યો છે. કે કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે આવી સ્થિતી આખા ભુજની છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ધર્મેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે નગરપાલિકાને રોડ અને ગટર તૂટવા અને વારંવાર રીપેર કરવાની કામગીરી માં ફાવટ આવી ગઇ છે આ ઘટનાક્રમ ભુજમાં સતત ચાલુ છે જે કોન્ટ્રાક્ટર ને કામગીરી સોંપવામાં આવેલ હોય એ કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી કરી તેની સામે એફઆઈઆર નોંધવામાં આવે કોગ્રેસ પ્રેરીત કાર્યક્રમમાં જિલ્લા ઉપપ્રમુખ શ્રી જય વીર સિંહ જાડેજા, જિલ્લા મંત્રીશ્રી હરિ સિંહ રાઠોડ, શ્રી જગદીશ ઠાકોર, શ્રી રાજેશ ત્રિવેદી, કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખશ્રી રઘુવીરસિંહ જાડેજા, સેવા સેવાદળના માજી પ્રમુખ શ્રી મયુર સિંહ જાડેજા વિગેરે જોડાયા હતા કોગ્રેસે લોકોની પીડા વર્ણવતા આક્ષેપ કર્યો હતો કે એક તરફ વડાપ્રધાનના જન્મદિવસે તાયફા થાય છે. પરંતુ પ્રજા પરેશાન છે. અને તેથીજ તેમના જન્મદિવસ સપ્તાહે ખાડા પુજન કરી કોગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો થોડા સમય પહેલા નગરપાલિકાના કાઉન્સીલરોએ પણ પોસ્ટ ઓફીસ પાસે આવીજ રીતે વિરોધ કરી લોકોની વ્યથાને ઉજાગર કરી ખાડા પુજન કરી વિરોધ નોંધાવ્યો હતો.