Home Crime આમા ખેડુત સુધી કેમ સહાય પહોચે! કચ્છ બાગાયત વિભાગના લાંચીયા અધિકારીને ACBએ...

આમા ખેડુત સુધી કેમ સહાય પહોચે! કચ્છ બાગાયત વિભાગના લાંચીયા અધિકારીને ACBએ ઝડપ્યો

4213
SHARE
એક તરફ ખેડુતો માટે નવા મંજુર થયેલા બિલને લઇને સમગ્ર દેશમાં ચર્ચા-વિરોધ ચાલી રહ્યા છે. ત્યા બીજી તરફ ગુજરાતમાં ખેડુત વધુ વરસાદ બાદ ગયેલા નુકશાનના વડતર માટેની રાહ જોઇ રહ્યો છે. પરંતુ તે વચ્ચે કચ્છમાં ખેડુત પાસેથી 12,000ની લાંચ લેતા બાગાયત ખેતીવાડી વિભાગના વર્ગ-02ના અધિકારી ACB ના હાથે લાંચ લેતા ઝડપાઇ ગયા છે. ખેડુતે સરકારી યોજનાના લાભ માટે કરેલી સહાય મંજુર થઇ હતી. જેની અવેજીમાં બાગયાત ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા હર્ષદ કણજરીયાએ તેમની પાસે 12,000 રૂપીયા લાંચની માંગણી કરી હતી. જો કે ખેડુતે આ અંગે ACB માં જાણ કરતા ભુજ ACBએ છટકુ ગોઠવી 12,000ની લાંચ લેતા તેને ઝડપી પાડ્યા છે. કાર્યવાહી ચાલુ હોતા હજુ વધુ વિગતો સામે આવી નથી. પરંતુ ACB એ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. એક તરફ જ્યા કિસાનોની સરકાર તરફથી પુરતી આર્થીક સહાય ન મળતી હોવાની ફરીયાદ છે. ત્યા બીજી તરફ તેમાંથી પણ સરકારી વિભાગમાં કટકીનો કિસ્સો સામે આવતા સમગ્ર કચ્છમાં લાંચીયા અધિકારીની ચર્ચા છે.