Home Current અંજાર; ખેડોઇમા ડેમમાં ન્હાવા પડેલા બે યુવાનો ડૂબ્યા એકનું ડુબી જવાથી મોત

અંજાર; ખેડોઇમા ડેમમાં ન્હાવા પડેલા બે યુવાનો ડૂબ્યા એકનું ડુબી જવાથી મોત

1334
SHARE
કચ્છમાં સારા વરસાદથી અનેક ડેમો- તળાવો છલકાઇ ગયા છે જો કે અંજારમાં ભરાયેલા ડેમે એક યુવાનનો ભોગ લીધો હતો અંજાર તાલુકાના મોટી ખેડોઈ ગામમાં આજે ડેમની અંદર બે યુવાનો નાવા પડ્યા હતા,જેમાંથી એક યુવાનનું ડૂબતા મોત થયું હતું. આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ બે મિત્રો ડેમમાં નાવા પડ્યા હતા. ત્યારે અચાનક ઊંડા પાણીમાં જવાથી રમેશ ચતુર પારાધી નામનો ૧૮ વર્ષના યુવાન ડૂબી ગયો હતો ધટનાની જાણ થતા આસપાસની વાડીમા રહેતા ગામના આગેવાનો દોડી આવ્યા હતા અને અને એક યુવાનને ડૂબતો બચાવી લીધો એક સમયે લાશની શોધખોળ માટે ગાંધીધામ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમને જાણ કરાઇ હતી જો કે ગામના તરવૈયા અશ્વિન સિંહ ઝાલા તેમજ અશોક સિંહશિવુભા ની મદદથી બોડીને બહાર કાઢી લેવાઇ હતી ઘટનાની જાણ થતાં ગામના આગેવાન જીતેન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ટિલાટ, મહિપાલસિંહ ગુમાનસિંહ, જીતેન્દ્રસિંહ ઈશ્વરસિંહ, યુવરાજસિંહ મેરૂભા, માવુભા બેચુભા. હરદીપસિંહ વિજયસિંહ, બીજલભાઇ જોગી, રાજા ઉમર જોગી, વગેરે ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કચ્છમાં વરસાદી પાણીએ અનેક લોકોના ભોગ લીધા છે પરંતુ વરસાદ થંભી ગયા બાદ પણ ભરેલા તળાવ ડેમમાં સાવચેતી વગર લોકો જઇ રહ્યા છે જેમા એક યુવાનનું આજે મોત થયુ છે ડૂબવાથી મૃત્યુ પામેલા યુવાનના મૃત્દેહને અંજાર પી.એમ માટે ખસેડાઇ હતી અને પોલિસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે