Home Special નાડાપા ખનીજ ચોરીમાં શુ પચ્છિમ કચ્છ પોલિસની મહેનત પર પાણી ફરશે? હરી...

નાડાપા ખનીજ ચોરીમાં શુ પચ્છિમ કચ્છ પોલિસની મહેનત પર પાણી ફરશે? હરી કરે એ ખરી!

1706
SHARE
કચ્છમાં ખનીજચોરી પર લખવા જઇએ તો પુસ્તક લખાય તેમ છે. પાછલા વર્ષોમાં જે રીતે પોરબંદરમાં ખનીજચોરીનો મામલો ગાજ્યો હતો. તે રીતે કચ્છમાં પણ જો ન્યાયીક તપાસ થાય તો ખનીજચોરીમાં કઇકના તપેલા ચડે તેમ છે. પરંતુ ક્યાક મીઠીનઝર અને ક્યાક પૈસા-રાજકીય વગના જોરે આવા મામલા દબાતા આવ્યા છે. અને પાછુ જેવુ હતુ તેવુ ફરી શરૂ થઇ જાય છે. જો કે ભુતકાળની ચર્ચા કરવા જેવી નથી કેમકે તેમાં કાઇ કાર્યવાહી થાય તેવી શક્યતા ઓછી છે. પરંતુ તાજેતરમાંજ જ્યારે કચ્છમાં ફરી ખનીજચોરી જોર પકડે તેવી ચર્ચા છે. ત્યારે પધ્ધર પોલિસે 2 દિવસ પહેલા હિંમતભેર કરેલી કાર્યવાહી પર રાજકીય વગ પાણી ફેરવી તેવી ચર્ચા શરૂ થઇ છે. જો કે હવે તપાસ અને દંડની કાર્યવાહી ખાણખનીજ વિભાગને કરવાની છે. અને સમગ્ર મામલો રાજકીય ભલામણથી હળવો થઇ જાય તેવી પુરી શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.
પોલિસે કાર્યવાહી કરી પણ હવે હરી કરે એ ખરી!
ભુજ તાલુકાના નાડાપા અને તેની આસપાસના વિસ્તારોમાં બેફામ ખનીજચોરીમાં મામલા અનેકવાર સામે આવ્યા છે. પરંતુ ખાણખનીજ વિભાગ ચોરીની યોગ્ય ઉંડાઇ માપી શક્યુ નથી. તેવી ચર્ચા હમેંશા આ વિસ્તારમાં લોકો કરતા હોય છે. ત્યારે 22 તારીખે પધ્ધર પોલિસે લાંબા સમયથી ચાલતી ખનીજ ચોરી પર તવાઇ બોલાવાની હિંમત કરી 2 હિટાચી મશીન તથા 4 આઇવા ડમ્પર ઝડપી પાડ્યા હતા. ખનજીચોરી મામલે રણછોડ રાણાભાઇ ડાંગર તથા દેવરાજ ભીમા વરચંદનુ નામ સામે આવ્યુ હતુ. જેની તપાસ હાલ ખાણખનીજ વિભાગ ચલાવી રહી છે. જો કે ખનીજચોરીમાં જેનુ નામ સામે આવ્યુ છે. તેના પર હરી નામ ધારી મોટા ખનીજ માંધાતાના ચાર હાથ હોવાનુ મનાય છે. અને તેથી રાજકીય ભલામણ અને ગુલાબી નોટ આ કિસ્સામાં મહત્વની ભુમીકા ભજવે તેવી ચર્ચા ખનીજ ધંધાર્થીઓમાં છે. એટલે પોલિસે કાર્યવાહી તો કરી પરંતુ હવે ચર્ચા એવી છે. કે હરિ કરે એ ખરી
કચ્છના હિતમાં આવા કિસ્સાની ઉંડાણપુર્વક તપાસ થાય
કચ્છમાં વિપુલમાત્રામાં ખનીજ સંપદાઓ આવેલી છે. પરંતુ ભવિષ્યના જોખમોને અવગણી કચ્છમાં બેફામ ખનીજચોરી ડંકાની ચોટ પર થાય છે. સામાન્ય નાગીરકો સુધી જે વાત હોય છે. તેને પણ અવગણી તંત્ર આંખ આડા કાન કરે છે. ત્યારે ખેરખર જો આવા કિસ્સાઓ પાછળ કોની ભુમીકા છે. જે સાધનો જપ્ત થાય છે તે કોની માલિકીના છે. તેવી ઉંડાણપુર્વક તપાસ અને કાર્યવાહી થાય તો કચ્છમા ખનીજચોરી અટકી શકે તેમ છે નહી તો સરકારની તીજોરીમાં જેટલી રકમ નહી જાય તેટલી રકમ ખનીજ માફીયાઓ ચાંઉ કરી જશે ત્યારે ખનીજક્ષેત્રે ખેરખર ઇમાનદારી પુર્વક ધંધો કરતા વ્યવસાયીઓ આવી ગેરકાયેદસર કાર્યવાહી પર રોક સાથે ઉંડાણપુર્વક તપાસ થાય તેવુ નામ ન આપવાની શરતે જણાવી રહ્યા છે. નહી તો પોલિસ મહેનત કરતી રહેશે અને તેના પર પાણી ફેરવાતુ રહેશે
તાજેતરમાંજ નખત્રાણા વિસ્તારમાંથી ઝડપાયેલ બેન્ટોનાઇટના કિસ્સામાં ઓછો દંડ ફટકારતા ખાણખનીજ વિભાગની ઉદારવાદી નિતીની ચર્ચા કચ્છના ખનીજ ધંધાર્થીઓમાં હતી ત્યારે ફરી પડદા પાછળ રાજકીય અને ખનીજ માંધાતાને સાંકડતા નાળાપા ખનીજચોરી કાંડમાં પણ દેખાવ માત્ર કાર્યવાહી થાય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. કેમકે કચ્છથી લઇ ગાંધીનગર સુધી આ મામલે ભલામણોનો દોર ચાલ્યો હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. જો કે ખરેખર કચ્છના હિતમાં ન્યાયીક તપાસ થાય તો ભુજ તાલુકાના આ વિસ્તારમાં ખનીજચોરીનુ મોટુ કારસ્તાન ખુલ્લે તેમ છે. જો કે ચર્ચા વચ્ચે હવે ખાણખનીજ વિભાગની તપાસ અને કાર્યવાહી પર સૌની નઝર છે.