વિશ્ર્વમાં કોરોનાના હાહાકાર વચ્ચે શરૂ થયેલા ક્રિકેટ મહાયુધ્ધ IPL એ લોકોને ધેલુ લગાડ્યુ છે. અને IPL ની મેચ દરમ્યાન કુદરતી રીતે સંચારબંધી લાગી છે. ત્યારે ક્રિકેટ રસીકો સાથે સટ્ટોડીયા પણ ફુલ સક્રિય થયા છે. ત્યારે માનકુવા પોલિસ સ્ટેશનની હદ્દમાં ચાલતા ક્રિકેટ સટ્ટા પર ભુજ LCB એ તવાઇ બોલાવી છે. અને 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે IPL પર સટ્ટો રમાડતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. IPL મેચ દરમ્યાન ગજોડ તરફ જતા રસ્તે અને કેરા ગામની સિમમાં બે ઇસમો સટ્ટો રમાડતા હોવાની સચેત માહિતીના આધારે ભુજ LCB ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં ભુજના વિરેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા રહે.રાવલવાડી મુળ મુન્દ્રા તુબંડી તથા રાવલવાડીમાં રહેતો વિશાલ પ્રદિપભાઇ સોની કિક્રેટ હારજીતનો સટ્ટો રમાડતા ઝડપાઇ ગયા હતા LCB એ 8,325 રોકડ,5 મોબાઇલ,એક ટીવી સહિત એક કાર મળી કુલ્લ 2.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ તળે માનકુવા પોલિસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ માટે માનકુવા પોલિસને સુપ્રત કર્યા છે