ભુજના હાર્દસમાન અને કિંમતી જમીન પર થઇ ગયેલા પાકા દબાણો દુર કરવાની તંત્રએ કરેલી કાર્યવાહીની ચૌમેર પ્રશંસા થઇ રહી છે. ભુજ અને તેની આસપાસના મહત્વના સ્થળો પર દબાણકારો દ્રારા કિંમતી જમીન પર દબાણો કરી દેવાયા હતા. જેને દુર કરવાનુ બે સપ્તાહથી મદદનીશ કલેકટર મનિષ ગુરવાની અને તેમની ટીમ દ્રારા કાર્ય શરૂ કરાયુ છે. ત્યારે આજે ફરી તંત્રએ જાહેર અપિલ કરી સ્વૈચ્છાએ આવા દબાણો દુર કરવા માટે અનુરોધ કર્યો છે. તંત્ર દ્રારા અત્યાર સુધી ભુજ-માધાપર હાઇવે ખાવડા રોડ મીરઝાપર હાઇવે સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની કામંગીરી કરી કિંમતી 5000 ચો.મી કિંમતી જમીન ખુલ્લી કરાવાઇ છે. ત્યારે આજે જાહેરપત્ર દ્રારા મદદનીશ કલેકટરે ફરી દબાણકારોને અપિલ કરી સ્વૈચ્છાએ દબાણો હટાવી દેવા અપિલ કરવા સાથે આગામી દિવસોમાં પણ દબાણ હટાવવાની કડક કામગીરી ચાલુ રહેશે તેણ જણાવાયુ છે. અને જો સ્વૈચ્છાએ દબાણ નહી હટાવાય તો કડક કાર્યવાહી માટેના નિર્દેશ પણ આપ્યા છે.
ભુજના એરપોટ રીંગરોડ પર ક્યારે હટશે દબાણો
ખાવડારોડ,મીરઝાપર હાઇવે,માધાપર હાઇવે પર કોઇપણ રાજકીય કે અન્ય ભલામણને ધ્યાને ન લઇ તંત્રએ અત્યાર સુધી કડક કાર્યવાહી કરી છે. અને મનિષ ગુરવાની ની છબીને ધ્યાને રાખી લોકોએ સ્વૈચ્છાએ દબાણો પણ દુર કર્યા છે. પરંતુ ભુજના સ્વેનસ્કાય રોડ પર થઇ ગયેલા કિંમતી જમીન પરના દબાણો ક્યારે દુર થશે તેની ચર્ચા લોકો અને બિલ્ડર હોટેલીયરો વચ્ચે છે. કેમકે સેવનસ્કાય રોડ પર મોટો-મોટ વાડા કિંમતી જમીન પર બનાવી દેવાયા છે. તો ખારીનદી પાછળના ભાગમાં પણ દબાણનો મુદ્દો ચર્ચામા છે. ત્યારે આ વિસ્તારમાં પણ દબાણ હટાવવાની કામગીરી તંત્ર કરે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે.
કચ્છમાં પાછલા થોડા વર્ષોમાં કિંમતી જમીન પર કબ્જો,માંગણી અને પચાવી પાડવાના ખેલમાં અનેક કિંમતી જમીનો પર કોમર્શીયલ દબાણો થઇ ગયા હતા. પરંતુ કલેકટર અને ખાસ કરીને મદદનીશ કલેકટર મનિષ ગુરવાનીએ આવા દબાણોના મુદ્દાને ગંભીરતાથી લઇ કામગીરી શરૂ કરી છે. અને આજે તેમને ફરી સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. કે કડક કાર્યવાહી સાથે દબાણ હટાવવાની આ કામગીરી ચાલુ રહેશે અને દબાણકારો સહકાર સાથે સ્વૈચ્છાએ તંત્રને સહકાર આપી દબાણો દુર કરે..