કચ્છના અકસ્માત જોન બની ગયેલા ભચાઉ-ગાંધીધામ હાઇવે પર આજે વધુ અકસ્માત સર્જ્યો હતો જેમા બાઇક પર જઇ રહેલા બે વ્યક્તિના કન્ટેનર ટ્રેલર નિચે આવી જવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા બનાવ મોડી સાંજે બન્યો હતો જેમા અશોકગર ગુમાનધર ગોસ્વામી તથા જશુભાઇ રાયશી વાઢેર બન્ને પાસમાં આવેલી કંપનીમાં જઇ રહ્યા હતા ત્યારે જ અચાનક એક ટ્રેલર કન્ટેનર પલ્ટી મારી તેમના પર પડ્યું હતુ અને ભારેખમ કન્ટેનર નીચે આવી જતા ઘટનાસ્થળ પર જ બન્નેના મોત નીપજ્યા હતા બનાવ ભચાઉ ગાંધીધામ હાઇવે નજીક આવેલી સાગર હોટલની સામે બન્યો હતો રાપરના ચકચારી હત્યા કેસની તપાસ વચ્ચે ભચાઉ પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અકસ્માત બાદ ચાલક ફરાર થઇ ગયો હોવાનુ સુત્રો તરફથી જાણવા મળી રહ્યુ છે જેને શોધવા સાથે અકસ્માત કઇ રીતે સર્જાયો તેની તપાસ પોલિસે આરંભી છે.