Home Crime રાપર વકિલની હત્યા કરનાર મુંબઇથી ઝડપાયો; વિરોધ અને અંજપા ભરી શાંતિ યથાવત

રાપર વકિલની હત્યા કરનાર મુંબઇથી ઝડપાયો; વિરોધ અને અંજપા ભરી શાંતિ યથાવત

2009
SHARE
રાપરના દલિત સમાજના સામાજીક આગેવાન અને વ્યવસાયે ધારાશાસ્ત્રી એવા દેવજી મહેશ્ર્વરીના હત્યાના 24 કલાક બાદ રેન્જ આઇ.જી જે.આર.મોથલીયાએ સત્તાવારી રીતે હત્યા કરનાર મુખ્ય આરોપી ભરત રાવલ મુબંઇથી કચ્છ પોલિસ અને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના સયુક્ત ઓપરેશનમાં ઝડપાઇ ગયો હોવાનુ નિવેદન આપ્યુ હતુ અને આ સાથે ફરીયાદમાં લખાવાયેલ નામો પૈકી 5 લોકોને રાઉન્ડઅપ કરી કોવીડ ટેસ્ટ અંગેની પ્રક્રિયા હાથ ધરી હોવાનુ જણાવ્યુ હતુ. મહારાષ્ટ્રથી કબ્જો લઇ ટીમ ભરતને ગુજરાત લાવી તેની વિશેષ પુછપરછ કરશે જો કે હત્યાનુ કારણ હજુ પણ તપાસમાં સ્પષ્ટ થયુ નથી. સાથે અન્ય આરોપીની ભરત સાથે હત્યાકેસમાં શુ સંડોવણી છે. કે ભુમીકા છે તે પણ ભરત રાવલના નિવેદન પછી સ્પષ્ટ થશે.
આરોપી પકડાયા પછી પણ અંજપાભરી શાંતિ!
એક તરફ જ્યા આજે પોલિસે સત્તાવારી રીતે આરોપી પકડાયા હોવાની જાહેરાત કરી હતી પરંતુ મૃત્ક દેવજીના પરિવાર અને સમાજે સ્પષ્ટ કહ્યુ છે. કે જ્યા સુધી તમામ આરોપી નહી પકડાય ત્યા સુધી મૃત્ક દેવજીભાઇના મૃત્દેહને સ્વીકારશે નહી અને હજુ પણ સમાજના લોકોના ટોળા અને મૃત્ક દેવજીભાઇનો દેહ રાપર હોસ્પિટલમાંજ છે. પોલિસે ચુંસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો છે. પરંતુ સાંજે રાપર અને માધાપર ખાતે દલિત સમાજે સુત્રોચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તો માધાપર નજીક ચક્કાજામ કરી ન્યાયીક તપાસની માંગ સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ એ વિરોધ નોંધાવ્યો હતો. આજે સાંજે ભારે બંદોબસ્ત વચ્ચે રાપરમાં પોલિસ વિરોધ્ધી સુત્રોચાર વચ્ચે સામાન્ય નાગરીકોએ દુકાનો બંધ કરી દીધી હતી
આઇ.જી સાહેબની માહિતી કોણે લીક કરી?
પોલિસની નિષ્ફળ કામગીરીના પરિવારજનોના ખુલ્લા આક્ષેપ વચ્ચે પોલિસ આજે મોડી સાંજ સુધી મગનુ નામ મરી પાડવા તૈયાર ન હતી સોસીયલ મિડીયામાં ગઇકાલથીજ શંકાસ્પદ હત્યારાના ફોટા પણ વાયરલ થઇ ગયા હતા અને નામ પણ તો આજે પણ ભારે દબાણ વચ્ચે પોલિસે કરેલી સફળ કામગીરી અંગે સત્તાવારી રીતે આઇ.જી જે.આર.મોથલીયા રાપર ખાતે મિડીયાને આ અંગે માહિતી આપવાના હતા પરંતુ તે પહેલાજ આરોપીના ફોટા અને મુંબઇથી આરોપી ઝડપાઇ ગયા હોવાની વાત લીક થઇ ગઇ હતી અને સોસીયલ મિડીયા સુધી પહોચી ગઇ હતી. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલતા કેસની માહિતી આઇ.જી સાહેબ પહેલા કોણે લીક કરી તેની ચર્ચા પણ પોલિસ બેડામાં જોવા મળી હતી. જો કે ઉચ્ચ અધિકારીઓએ આ મામલાને
આમતો હત્યા થઇ અને તેના આરોપી પકડાયા 24 કલાક દરમ્યાન આ થયુ પરંતુ હજુ આ ધટના પાછળના રહસ્ય અકબંધ છે. હત્યા શા માટે થઇ કોની શુ ભુમીકા છે. તે સ્પષ્ટ થયુ નથી તો બીજી તરફ હજુ પણ પોલિસની કામગીરીથી નારજ પરિજનો અને સમાજના લોકો રસ્તા પર છે. અને લાશ સ્વીકારી નથી જો કે હાલ સમગ્ર જીલ્લામાં પોલિસ આ મામલા પર નઝર રાખી બેઠુ છે. અને અંજપાભરી શાંતી વચ્ચે પોલિસનો ચુસ્ત બંદોબસ્ત યથાવત છે.