Home Social 24 કલાક પછી પણ રાપર હત્યાના આરોપી પોલિસ પકડથી દુર; પરિવારે લાશ...

24 કલાક પછી પણ રાપર હત્યાના આરોપી પોલિસ પકડથી દુર; પરિવારે લાશ ન સ્વીકારી

2692
SHARE
રાપરના ભરચક વિસ્તારમાં ધોળા દિવસે સામાજીક કાર્યક્રર અને ધારાશાસ્ત્રી દેવશી મહેશ્ર્વરની નિર્મમ હત્યા કરનાર આરોપીના કોઇ સડગ પોલિસ મેળવી શકી નથી. એક તરફ જ્યા સમાજના આગેવાનો સાથે પરિવારે જ્યા સુધી આરોપી નહી પકડાય ત્યા સુધી દેવજી મહેશ્ર્વરીના મૃત્દેહને ન સ્વીકારવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે ત્યા બીજી તરફ પોલિસે માત્ર પરિવારના આક્ષેપોને વશ થઇ 9 લોકો વિરૂધ્ધ FIR નોંધી મામલો શાંત કરવાનો પ્રયત્ન કર્યો છે. આજ સવારથીજ રાપર સ્થિતી હોસ્પિટલ અને પોલિસ મથક પર સમાજ અને પરિવારના નિકટના સભ્યોએ વિરોધ ચાલુ રાખ્યો હતો અને મૃત્કની પત્નીએ પોલિસ મથકની અંદર જ પોલિસની નબળી અને ધીમી કામગીરી પર સવાલો ઉભા કર્યા હતા. અને કલાકો પછી પણ આરોપી ન પકડાતા મૃત્દેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. સાથે ચિમકી પણ ઉચ્ચારી હતી. કે જો ઝડપથી કોઇ કાર્યવાહી નહી થાય તો સમાજને સાથે રાખી રાજ્ય વ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
પ્રદેશકક્ષાના ટ્વીટથી રાજકારણ પણ ગરમાયુ
દલિત સમાજના આગેવાન અને ધારાશાસ્ત્રી ની દિનદહાળે હત્યાના આટલા કલાકો પછી આરોપી તો નથી પકડાયા પરંતુ હત્યાનુ ચોક્કસ કારણ પણ પોલિસ તપાસમાં સામે આવ્યુ નથી ચોક્કસથી પરિવારજનોએ નોંધાવેલ ફરીયાદમાં રાપર સ્થિત એક સમાજવાડીના વિવાદ અને કાયદાકીય જંગ આ ધટના પાછળ કારણભુત હોવાની શંકા વ્યક્ત કરાઇ છે. પરંતુ પોલિસને આ દિશામાં કોઇ મહત્વની કડી હાથ લાગી નથી એક તરફ જ્યા ગઇકાલ રાત્રીથીજ કચ્છના વિવિધ વિસ્તારોમાં દલિત સમાજના કાર્યક્રરો રસ્તા પર ઉતરી ગયા હતા. ત્યા આજે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,ધારાસભ્ય જીજ્ઞેસ મેવાણીના ટ્વીટે દલિત સામજીક કાર્યક્રરની હત્યાની નિંદા સાથે ભાજપની સરકારની નિષ્ફળતાના આક્ષેપો કર્યા હતા તો બીજી તરફ સોસીયલ મિડીયામાં કચ્છના દલિત આગેવાન અને સાંસદ પર ટીપ્પણીઓ થઇ રહી છે. જો કે કચ્છના સાંસદે આ ધટનાને દુખદ ગણાવી તેમને તટસ્થ તપાસ માટે ઉચ્ચ પોલિસ અધિકારીઓને સુચના આપી હોવાનુ કહ્યુ હતુ.
મંત્રી વાસણ આહિર રાપરમાં હતા પણ…..
એક તરફ જ્યા કચ્છના સાંસદ-ગાંધીધામના ધારાસભ્ય દલિત સમાજ વતી કચ્છનુ પ્રતિનીધીત્વ કરી રહ્યા છે. ત્યારે તેમની કોઇજ જાહેર પ્રતિક્રીયા ન આવતા સોસીયલ મિડીયામાં તેમની ખુબ ટીકા થઇ રહી છે. તો બીજી તરફ જીજ્ઞેસ મેવાણી કચ્છ આવે તેવી પણ શક્યતા છે. તે વચ્ચે રાજ્યના મંત્રી અને કચ્છ અંજાર બેઠકના ધારાસભ્ય વાસણભાઇ આહિર રાપર ખાતે એક કાર્યક્રમમાં હાજર હોવા છંતા રાજ્યભરમાં ગાજેલા ચકચારી હત્યાના કિસ્સામાં પરિવારને સાંત્વના આપવા ન પહોંચતા અનેક તર્ક વિતર્ક થયા હતા. જો કે મૃત્ક દેવજીભાઇની પત્નીએ પોલિસ મથકે જાહેરમાં કોગ્રેસ અને ભાજપના કોઇ નેતાઓના દિલાસાની જરૂર નથી તેમ કહી સમાજને સાથે રાખી ન્યાય મેળવશે તેવી વાત કરી હતી. તો બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે પણ ધટનાને વખોડી છે
રાપર આમતો મર્ડર માટે પંકાયેલુ છે. તાજેરતમાંજ રાપર વિસ્તારમાંજ 5 વ્યક્તિઓની નિર્મમ હત્યાનો કિસ્સો બન્યો હતો પરંતુ દેવજીભાઇના કિસ્સામાં સમાજ લડી લેવાના મુડમાં હોવાથી ભારેલા અગ્રની જેવી સ્થિતી સમગ્ર કચ્છમાં છે. અને તે વચ્ચે પોલિસે 12 ટીમો બનાવી હત્યારાને શોધવા સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.