13મી માર્ચે મુન્દ્રાના અદાણી બંદરેથી ઘોઘા જેટીના ડ્રેજિંગ માટે શાંતિ સાગર નામનું ડ્રેઝર ભાવનગર તરફ ટગ દ્વારા ટોઇંગ કરાયું હતું 4 દિવસની સફર દરમ્યાન આ ડ્રેઝરમાંથી એક કરોડના સાધનોની ચોરી થયાનું બહાર આવ્યું હતું જેમાં ડ્રેઝરનાં ઉપયોગમાં આવતી વસ્તુઓ સહિત ઇલેટ્રોલક્સ કંપનીના ૨૨૦ વોલ્ટના વોશીંગ મશીન નંગ-૦૨,એક LG કંપનીનુ ૩૨ ઇંચ નુ ટીવી તથા ખુરશી-૦૨ ની ચોરી થયાનું જણાતા અદાણી પોર્ટમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે નોકરી કરતાં ફરીયાદી રતન વુપલોરીએ રૂ.૧,૨૭,૦૬૦૫૩/- ની ફરીયાદ ભાવનગર પોલીસમાં નોંધાવી હતી ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને તથા મહુવા ડીવીઝન સ્કૉડને ચોરીનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપી હતી ભાવનગર, એલ.સી.બી. તથા મહુવાની ટીમેં મહુવા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા ત્યારે બાતમીના આધારે ડ્રેઝરમાં ચોરી કરનાર શખ્શો અલંગ યાર્ડ જવાનાં રસ્તે, મળી આવ્યા હતા તેઓની પુછપરછ દરમ્યાન ગુન્હાની કબુલાતના આધારે તેઓની અટક કરાઈ હતી અને પૂછપરછ દરમ્યાન ચોરીમાં ગયેલો સામાન અલંગ ખાડામાં વેચેલો હોવાનું જણાવતાં ચોરીમાં ગયેલ સામાન પૈકી કુલ રૂ.૭૩,૨૭,૬૩૧/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો આ ચોરીમાં ઝડપાયેલા નોંઘાભાઇ રાણાભાઇ સોલંકી (મહુવા ), અજય ઉર્ફે ડેંડુ વિક્રમભાઇ લાખાભાઇ ચૌહાણ (સરતાનપર તા.તળાજા), નાગજીભાઇ ભીમાભાઇ બારૈયા (મેથળા તા.તળાજા), મુકેશભાઇ મોહનભાઇ બારૈયા (મેથળા તા.તળાજા), મુન્નો ઉર્ફે કટાર ભરતભાઇ કંટારીયા (સરતાનપર તા.તળાજા),દિનેશભાઇ છગનભાઇ બારૈયા (મેથળા તા.તળાજા) ની પોલીસે રીમાન્ડની માંગણી કરતાં તા.૩૧/૦૩/૨૦૧૮ સુધીનાં પોલીસ કસ્ટડીનાં રીમાન્ડ મંજુર કરાયા છે