Home Special કચ્છના એક સરપંચે માંગી મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખીને મદદ

કચ્છના એક સરપંચે માંગી મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખીને મદદ

5160
SHARE
(ન્યૂઝ4કચ્છ) મુંબઇ અને કચ્છના વાગડ પંથ ના લોકો માં અત્યારે સૌથી મોટી ચર્ચા એક પત્ર ની થઈ રહી છે.આ પત્ર કચ્છના એક સરપંચ દ્વારા મુખ્યમંત્રી અને વડાપ્રધાનને લખવામાં આવ્યો છે.પત્ર ની ચર્ચા નું કારણ છે ,તેની ચોંકાવનારી વિગતો !! જો આપ કચ્છ માં કે કચ્છ બહાર રહેતા હો,પરંતુ એક કચ્છી માડુ તરીકે આ પત્રની વિગતો જાણી ને આપ પણ ચોંકી ઉઠશો !!!


આ પત્ર ભચાઉ તાલુકા ના જુના કટારીયા ગામના સરપંચ અશોકભાઈ પ્રેમજી પટેલ નો છે.મુંબઇ અને કચ્છ માં બહુ જ મોટું નામ ધરાવતા  અશોકભાઈ પ્રેમજી પટેલે આ પત્ર લખ્યો હોઈ ચર્ચા થઈ રહી છે. રાજ્ય ના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ,૨૩/૩/૨૦૧૮ ના લખેલા પત્ર માં કાયદો અને વ્યવસ્થા સામે કરાયેલા આક્ષેપો, ગુંડાગીરી, માફિયાગીરી અને અધિકારીઓ ની સાંઠગાંઠ વિશે અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરાયેલી વાસ્તવિક પરિસ્થિતી ચોંકાવી મૂકે તેવી છે.ગામ ના સરપંચ તરીકે તેમણે પોતાના પત્ર માં કરેલા આક્ષેપો ગંભીર છે

શું છે ? અશોકભાઈની માંગ

સરપંચ અશોકભાઈ પટેલ કહે છે કે જુનાકટારીયા,નારાણસરી,શિકારપુર અને ચાંદોડી એમ ૪ ગામો માં રેતી માફિયા નું રાજ ચાલે છે. ખાણ ખનીજ ખાતા ની પરવા કર્યા વગર રેતી માફિયાઓ મનફાવે તે રીતે રેતીચોરી કરે છે.જો કોઈ અટકાવવાનો પ્રયાસ કરે તો ધાકધમકી કરાય છે.ગામ ની અંદર યુવાનો ખુલ્લેઆમ પરવાના વગરની બંદૂકો લઇ ફરે છે.લોકો માં ભય નો માહોલ સર્જી ને નિર્દોષ લોકોને ડરાવવામાં આવે છે.કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ છે જ નહીં.સોપારી કિલિંગના ષડયંત્ર કરવામાં આવે છે.આ પત્ર લખ્યા પછી કંઈ પણ અઘટિત બનાવ બની શકે છે.ભૂતકાળ માં આવી ઘટનાઓ બની ચુકી છે. અશોકભાઈ  મુખ્યમંત્રી અને વડાપ્રધાન ની મદદ માંગવા માટે પત્ર માં જ ખુલાસો કરતા લખે છે કે,સ્થાનિક તંત્ર ભ્રષ્ટચાર માં લિપ્ત છે અને રેતી માફિયા તેમજ ગુંડાગીરી ને છાવરે છે.પોતે કલેકટર.ડેપ્યુટી કલે.,મામલતદાર.આઈજી પોલીસ,પૂર્વ કચ્છ ડીએસપી ને રજુઆત કરી ચુક્યા છે.તેમણે ભ્રષ્ટ અધિકારીઓની તપાસ કરવ ની માંગ કરી છે.ગામ લોકો ની સુરક્ષા માટે પોતે આ પત્ર લખ્યો હોવાનું તેઓ જણાવે છે અશોક પટેલ સરપંચ તો છે જ, પણ કચ્છ ઉપરાંત મુંબઇમાં ભાજપ ના આગેવાન છે, મુંબઇ ના વિવિધ વ્યાપારી મંડળો માં પ્રમુખ રહી ચૂક્યા છે.બૃહદ ગુજરાતી સમાજ ઉપરાંત વાગડ કચ્છી સમાજ,પટેલ સમાજ માં સક્રિય આગેવાન છે. જાહેરક્ષેત્ર ઉપરાંત સામાજિક અને રાજકીય આગેવાન તરીકે તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવો પડ્યો એ જ દર્શાવે છે કે પરિસ્થિતિ ગંભીર છે.  સરકાર પ્રજાહિતમાં જરૂરી કડક કાર્યવાહી કરશે એવી અશોકભાઈને આશા છે .