Home Crime રીઢા ગુન્હેગાર બંધુ અખતર અને અસલમની પાસા તળે ધરપકડ ભુજ LCB ની...

રીઢા ગુન્હેગાર બંધુ અખતર અને અસલમની પાસા તળે ધરપકડ ભુજ LCB ની કાર્યવાહી

1504
SHARE
રાજ્ય સરકારે ગુન્હેગારો પર લગામ કસવા માટે વિવિધ ગુન્હાઓમાં જ્યારે કડક કાર્યવાહીના આદેશ કર્યા છે. ત્યારે પચ્છિમ કચ્છ પોલિસે દ્રારા ગંભીર ગુન્હાઓમાં વાંરવાર જેની સંડોવણી ખુલ્લી છે. તેવા આરોપી સામે પાસાની કાર્યવાહી કરાઇ રહી છે. તાજેતરમાંજ સટ્ટામાં ઝડપાયેલા એક શખ્સ સામે પચ્છિમ કચ્છ પોલિસે પાસાની કાર્યવાહી કરી હતી. તો ભુજ SOG એ પણ માદક પ્રદાર્થ ગાંજાની હેરફેરના રીઢા ગુન્હેગાર સામે સ્પેશીયલ એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. ત્યારે આજે વધુ બે શખ્સોને ભુજ LCB એ પાસા તળે રાજ્યની અલગ-અલગ જેલમાં મોકલ્યા છે. અસલમ ઇસ્માઇલ ઉર્ફે બાપાડા ચાકી ભઠારા ફળીયા ઉ.31 તથા અખતર ઇસ્માઇલ ઉર્ફે બાપાડા ચાકી ઉં.28 ની આજે પાસા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરાયા છે. અસલમને લાજપોર જેલ,સુરત જ્યારે અખતરને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલાયો છે. બન્ને ભાઇઓ પર હત્યાના પ્રયાસ અને મારામારીના અનેક ગુન્હાઓ નોંધાયેલા છે.