Home Current વર્ચ્યુઅલ આરાધના દ્વારા ખેલૈયાઓ અને માઇભક્તો બન્યા ભક્તિમાં લીન

વર્ચ્યુઅલ આરાધના દ્વારા ખેલૈયાઓ અને માઇભક્તો બન્યા ભક્તિમાં લીન

429
SHARE
કોરોના મહામારી વચ્ચે નવરાત્રી ઉત્સવને ઉજવવા માઇભક્તો,કલાકારો,અને ખેલૈયાઓ શોશિયલ માધ્યમના સહારે માં ની આરાધના કરી રહ્યા છે તો નામાંકિત કલાકારો થી માંડીને ઉભરતા કલાકારો તેમજ વિવિધ પ્રતિભા ધરાવતા યુવક યુવતીઓ પોતાની કાબેલિયત youtube ના સથવારે વિશ્વ ફલક પર પહોંચાડી રહ્યા છે.

વડોદરા રહેતા કચ્છી યુવક પ્રીયાંશ શાહે લોંચ કર્યું nonstop garba mashap

મુળ ભુજના વતની અને હાલમાં વડોદરા રહેતા કલાકાર ડિમ્પલ શાહ (ડી.કે)ના સુપુત્ર પ્રિયાંશ પોતાની યુટ્યુબ ચેનલ music.priyansh પર આ વખતે nonstop garba mashap અપલોડ કરીને યુવાઓને નવરાત્રિની શુભકામના સાથે મનોરંજન સાથે માં ની આરાધના કરવાનું આહ્વાન કર્યું છે જોકે છેલ્લા ઘણા સમયથી પ્રિયાંશ સૂફી,ગઝલ,કલાસિકલ તેમજ જૂનાં ફિલ્મી ગીતોને પોતાની આગવી અદાથી કંઠ આપીને લોકો સમક્ષ મૂક્યા છે પ્રિયાંશના પિતા ડિમ્પલ શાહના કંઠે પણ ગરબા સાંભળી ચૂકેલો વર્ગ આજે પણ કહે છે કે એકવાર પિતાપુત્રની જોડી દ્વારા ગવાયેલા ગરબા કે અન્ય રચના યુટ્યુબ પર મુકાય તો જૂની યાદોને નવી પેઢી પણ માણી શકે.

garba mashap નિહાળવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

ભુજની અક્ષરા ગોરે સૌ પ્રથમ વાર ‘માઁ પાર્વતી સ્તુતિ ‘ યુ ટ્યુબ પર કરી લોંચ

ભક્તિ સંગીત અને વિવિધ મંત્રો સાથે પૌરાણિક ઇતિહાસ સાથે સંકળાયેલી આરાધના પર્વો દરમ્યાન થતી રહે છે ત્યારે ભુજની અક્ષરા ગોર દ્વારા stotra bhakti યુટ્યુબ ચેનલ પર પ્રથમ વાર ‘માઁ પાર્વતી સ્તુતિ ‘ અપલોડ કરાઈ છે આ ચેનલ પર અક્ષરા ના કંઠે ગવાયેલી વિવિધ સ્તુતિઓ અને મંત્રો ભાવિકોએ માણીને બિરદાવ્યા છે ત્યારે નવરાત્રિમાં લોકો આ બાળ કલાકારની ભેટને સ્વીકારીને એની કળા અને સુઝને ચોક્કસ બિરદાવી જોઈએ.

‘માઁ પાર્વતી સ્તુતિ ‘ નિહાળવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો