Home Crime ભચાઉના લાખાપર ગામે કાલે ગુમ થયેલી 7 વર્ષની બાળકીની લાશ મળી; PM...

ભચાઉના લાખાપર ગામે કાલે ગુમ થયેલી 7 વર્ષની બાળકીની લાશ મળી; PM જામનગર થશે

2606
SHARE
ભચાઉ તાલુકાના લાખાપર ગામે ગઇકાલે બપોરે 3 વાગ્યાના અરસામાં ગુમ થયેલી 7 વર્ષીય માસુમ બાળકીની આજે અંતે લાસ મળી છે. 7 વર્ષીય બાળકીનો પરિવાર મીઠુ પકવવાનુ કામ કરે છે હાલ સીઝન ન હોવાથી લાખાપર ગામે જ આખો પરિવાર રહેતો હતો દરમ્યાન ગઇકાલે બપોરે મૃત્ક બાળકીના ઘરથી માત્ર 50 મીટીર દુર તેમના કુટુંબીને ત્યા બાળકી પાણીની પુછા કરવા માટે જાય છે. પરંતુ ત્યાર બાદ તેનો કોઇ પત્તો લાગતો નથી. 10 મીનીટ સુધી ન આવતા પરિવાર શોધખોળ કરે છે. ગામમાં એકજ સમાજની વસ્તી હોવાથી આખુ ગામ બાળકીની શોધખોળમાં જોતરાય છે. પરંતુ બાળકી મળતી નથી સોસીયલ મિડીયામાં પણ મેસેજ વાયરલ કરી બાળકીની શોધખોળ માટે પ્રયત્નો કરાય છે તે નિષ્ફળ જાય છે. પરંતુ આજે સવારે મૃત્ક બાળકીના ઘર નજીક આવેલા એક બંધ ઘરના રસોડામાંથી બાળકીનો મૃત્દેહ મળી આવ્યો હતો. જે મામલે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.
બીજી વાર પોલિસ સર્ચ શરૂ થાય તે પહેલાજ મૃત્દેહ મળ્યો
ગઇકાલે બપોરે ગુમ થયેલી બાળકી અંગે પોલિસને રાત્રે 9 વાગ્યા બાદ જાણ થતા પોલિસે બાળકીની શોધખોળ માટે કોઇ ફરીયાદ વગર તપાસ આરંભી હતી અને પોલિસ સ્ટાફ તથા ગામના 40 લોકોએ દોઢસો લોકોની વસ્તી ધરાવતા ગામના દેરક ઘર અને પાણીના ટાંકામાં બાળકીનુ સર્ચ કર્યુ હતુ પરંતુ તે મળી આવી ન હતી. જે મામલે પોલિસે વહેલી સવાર સુધી તપાસ ચાલુ રાખી હતી અને બાળકી ગુમ થયા અંગે ગુમનોંધ પણ નોંધી હતી. જો કે ઉચ્ચ પોલિસ અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલિસે સવારે 9 વાગ્યે ફરી સર્ચ માટેની તૈયારી કરી હતી. પરંતુ તે પહેલાજ બાજુમાંજ આવેલા બંધ ઘરના રસોડામાંથી બાળકીની લાશ મળી આવ્યા અંગે પોલિસને જાણ કરાઇ હતી. જેથી પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બાળકીના કાન-નાકમાંથીી કોઇ પ્રવાહી નિકળ્યુ છે. અને તેના ગળાના ભાગે પણ થોડા નિશાન મળતા પોલિસ પી.એમ માટે મૃત્દેહને જામનગર મોકલશે
7 વર્ષની બાળકી સ્કુલ જતી ન હતી ન કોઇ તેની નજીકની બહેનપણી હતી પોલિસની પ્રાથમીક તપાસમાં તેના કુટુંબને કોઇ સાથે વેરજેર હોય તેવુ પણ ધ્યાને આવ્યુ નથી તેવામાં ખરેખર બાળકીનુ કુદરતી મોત થયુ છે કે પછી હત્યા કે અન્ય કોઇ ખરાબ કામ તેની સાથે થયુ છે. તેનુ સચોટ કારણ શોધવા પોલિસ હવે જામનગર પી.એમ રીપોર્ટ પર આધાર રાખશે પરંતુ બનાવની જાણ થતા પુર્વ કચ્છની મહત્વની શાખા અને તેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સામખીયાળી પી.એસ.આઇ વી.જી લાંબરીયાએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે