Home Current ચુંટણી મુરતીયા ‘બાપુ’ ની અવગણના સાથે ભાજપે નખત્રાણામાં રૂપાલાની હાજરીમાં લગ્નગીતો ગાયા

ચુંટણી મુરતીયા ‘બાપુ’ ની અવગણના સાથે ભાજપે નખત્રાણામાં રૂપાલાની હાજરીમાં લગ્નગીતો ગાયા

2916
SHARE
અબડાસાની પેટાચુંટણી માટે છેલ્લી ધડીએ ભાજપ-કોગ્રેસ બન્ને એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે. એક તરફ જ્યા ભાજપ એક થઇને કામ ન કરતી હોવાનો ગણગણાટ છે. તે વચ્ચે કેન્દ્રીય કૃષી મંત્રી પુરૂષોત્તમ રૂપાલા આજે કચ્છમાં અબડાસા ખાતે ચુંટણી પ્રચાર માટે આવ્યા હતા પોતાના તડપદા ભાષણ માટે જાણીતા રૂપાલા આજે રંગમાં દેખાયા ન હતા. અને તેમનુ ભાષણ નિરસ રહ્યુ હતુ. જો કે સૌથી મોટો છબરડો કાર્યક્રમમાં એ સામે આવ્યો હતો. કે સ્ટેજ પાછળના પ્રચાર બેનરમાં અબડાસા બેઠકના ભાજપના મુરતીયા પદ્યુમનસિંહ જાડેજાનો ફોટો ક્યાય દેખાયો નહી અને કાર્યક્રમ દરમ્યાન બાપુ પાછલી હરોડમાં બેઠેલા દેખાયા પુરૂષોત્તમ રૂપાલા અને ભાજપના અન્ય આગેવાનોએ ચુંટણીના લગ્ન ગીત તો ગાયા પરંતુ ઉમેદવારોનો ફોટો જ પ્રચાર બેનરમાં ભુલી ભાજપ ભુલી ગયુ
નિરસ ભાષણ,પાટીદારોની ઓછી હાજરી
પુરૂષોત્તમ રૂપાલાને સાંભળવો એક લાહ્વો હોય છે. અને તેથીજ તેમની સભા હોય એટલે સ્વાભાવીક રીતે લોકોની વિશેષ હાજરી હોય અને તેમાંય પાટીદાર પ્રભુત્વ ધરાવતા નખત્રાણામા સભા હોય એટલે સ્વાભાવીક રીતે પાટીદારોની વિશેષ હાજરીને ભાજપને અપેક્ષા હોય પરંતુ જે રીતે કાર્યક્રમમાં છબરડો જોવા મળ્યો તેમ કદાચ આયોજનમાં પણ છબરડો રહ્યો હોય અથવા સામે કોગ્રેસમાં પાટીદાર ઉમેદવાર હોવાથી રૂપાલાની સભામાં ઓછી સંખ્યા ઉડીને આંખે વડગી હતી તો બીજી તરફ ભાજપે વાડેલા છબરડાની પણ સભામાં ચર્ચા હતી કે ભાજપ લગ્ન ગીત તો ગાય છે. પરંતુ સ્ટેજ પાછળના પોસ્ટરમાં ક્યાય દેખાતા કેમ નથી તો સામાન્ય રીતે ચુંટણી પ્રચારમાં ઉમેદવાર પ્રથમ હરોળમા હોય છે. પરંતુ ઉમેદવારના હોમ ટાઉન નખત્રાણામાં આયોજીત સભામાંજ પદ્યુમનસિંહ હાંસિયામાં પાછળ દેખાયા જો કે તે સિવાય પણ ધણા ભાજપના આગેવાનોને સ્ટેજ પર સ્થાન મળ્યુ ન હતુ જેની પણ કાર્યક્રમ દરમ્યાન ચર્ચા રહી હતી.
કોગ્રેસ માટે મજબુત એવી અબડાસા વિધાનસભા બેઠક પર ભાજપને જીત માટે નખત્રાણા વિસ્તાર પર મદાર રાખવો પડે છે તેવામાં રૂપાલાજીની આજની સભા યોજી ભાજપ પાટીદાર મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ આયોજન ભાજપ પક્ષે ન રહ્યુ હોય તેવુ લાગતુ હતુ અને છબરડા સાથે સભા નિરશ રહી હતી