અબડાસા ચુંટણી જાહેર થઇ ત્યારથી સોસોયલ મિડીયા અને અન્ય રીતે ભાજપના ઉમેદવારનો અનેક પ્રકારે વિરોધ થઇ રહ્યો છે. પરંતુ પ્રથમવાર એવુ થયુ છે. કે ભાજપના પક્ષપલ્ટુ ઉમેદવાર સાથે ભાજપનો પણ પોસ્ટર વિરોધ શરૂ થયો છે. નવાઇની વાત એ છે. કે અત્યાર સુધી આવો વિરોધ કચ્છમાં ક્યાક થયો નથી પરંતુ 29 તારીખે જ્યારે નિતીન પટેલ જ્યારે કચ્છ આવી રહ્યા છે અને જે ગામમાં સભા કરવાના છે. તે ગામ વિથોણ નજીકજ આવા બનેરો લાગ્યા છે. જેમાં પક્ષપલ્ટુ પદ્યુમનસિંહ પ્રજાહીત કે સ્વહીત માટે ગયા તેવા સવાલો સાથે અનેક મુદ્દે ભાજપ સરકારનો જાગૃત નાગરીકના નામે બેનર લગાવી વિરોધ થયો છે.
વિથોણ નજીક રસ્તા પર બનેરોથી અનેક સવાલ
એક તરફ જ્યા ચુંટણીને લઇને રાજકીય પક્ષો એડીચોટુની જોર લગાવી રહ્યા છે. ત્યા ગુપ્તચર એજન્સીઓના આંખ-કાન પણ સતત ખુલ્લા છે પરંતુ તે વચ્ચે વિથોણ નજીક આજે બેનરો જોવા મળ્યા હતા. તો સોસીયલ મિડીયામાં તે શેર પણ થયા હતા. જેથી અનેક સવાલો ઉભા થયા છે. જોગાનુજોગ કહો કે પછી ઇરાદા પુર્વક પરંતુ તાજેતરમાંજ નિતીન પટેલ પર જુતુ ફેકાયુ હતુ અને ગઇકાલે તેઓજ જે વિસ્તારમાં બેનર લાગ્યા છે. તેવા વિથોણ ગામમાં સભા કરવાના છે. અને તે પહેલાજ આ બેનરો અને પોસ્ટ વાયરલ થતા ક્યાક ભાજપના આંતરીક અસંતોષ આ ઘટના પાછળ કારણભુત હોય તેવુ ચર્ચાઇ રહ્યુ છે. જો કે ગુપ્તચર એજન્સીઓ આ કિસ્સાની તપાસ માટે કામે લાગી છે પરંતુ સમય અને સંજોગો જોતા ભાજપ કરતા નિતીન પટેલની મુલાકાત આ બેનર વિરોધ પાછળ કારણભુત હોય તેવુ લાગી રહ્યુ છે.
કોગ્રેસના ગદ્દારકાર્ડ જેવા કેમ્પેનથી લઇ સોસીયલ મિડીયામાં ભાજપ અને તેના ઉમેદાવરની ધણી ટીકાઓ થઇ રહી છે. પરંતુ આ રીતનો જાહેર વિરોધ પ્રથમવાર સામે આવ્યો છે. ચોક્કસ તેમાં નિતીન પટેલના નામનો કોઇ સીધો ઉલ્લેખ નથી પરંતુ ગણગટાણ ચોક્કસ છે. કે નિતીન પટેલની સભા પહેલાજ આવો વિરોધ તેમના સભાસ્થળના ગામ નજીક શા માટે? જો કે નિતીન પટેલ સાથેના જુતાકાંડ અને હવે બેનરો લાગતા કાલે તેમની સુરક્ષા વધુ મજબુત કરી દેવાશે