Home Crime ભુજ RTO ના ભુતકાળના ‘ભોપાળાની’ યોગ્ય તપાસ ન થતા ગાંધીનગરથી તપાસ આવી!

ભુજ RTO ના ભુતકાળના ‘ભોપાળાની’ યોગ્ય તપાસ ન થતા ગાંધીનગરથી તપાસ આવી!

910
SHARE
બોગસ દસ્તાવેજના આધારે લાઇસન્સ બની જવા,ચોરાયેલી ગાડીના કાગળીયા બની જવા અને ડી.એમ સીરીઝનો કોડ તોડી થયેલા કૌભાડ મામલે ચર્ચામાં રહેલી ભુજ આર.ટી.ઓ કચેરીમાં છાસવારે નવા-નવા ગૌટાળાઓ સામે આવતા હોય છે. અને જે મામલે પોલિસ ફરીયાદો પણ થઇ છે. પરંતુ અત્યાર સુધી આ મામલે ન્યાયીક અને મુળ સુધી પહોચતી તપાસ થઇ નથી તે વાસ્તવિક્તા છે. જો કે હવે ગાંધીનગરથી આ મામલે તપાસનો રેલો ભુજ આર.ટી.ઓ સુધી પહોચ્યો છે. છાસવારે અનેક ફરીયાદો છંતા કોઇ ઠોશ કાર્યવાહી ન થવાની વાતો ચોક્કસ વ્યક્તિઓ દ્રારા આર.ટી.ઓ પર પક્કડ જમાવાઇ હોવાની ચર્ચા થતી હોય છે. પરંતુ સ્થાનીકે જાણે આ ભોપાળાઓ અટકાવવા માટે સક્ષમ અને સમર્થ ન હોય તેમ આજે ગાંધીનગરથી એક તપાસ ટીમ કચ્છ આવી હતી. પાંચ અધિકારીઓ સાથેની આ ટીમ આજે ભુજ RTO કચેરી પહોચતાજ કચેરીમાં સોંપો પડી ગયો હતો. અને જવાબદાર અધિકારી કર્મચારી સિવાયના સ્ટાફના લોકોને કચેરી છોડવી પડી હતી. જો કે આ મામલે હજુ અધિકારીઓ સત્તાવાર કઇ કહેવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ પ્રાથમીક માહિતી મુજબ કચેરીમાં 4 અનઅધિકૃત વ્યક્તિઓની હાજરી દેખાઇ હતી જેની પોલિસને જાણ કરી પોલિસને સુપ્રત કરાયા હતા. તો ભુજ આર.ટી.ઓ અધિકારી સી.ડી.પટેલે આ મામલે વધુ વિગતો આપવાનુ ટાળી અગાઉ આર.ટી.ઓ કચેરીમાં થયેલી ગેરરીતી મામલે તપાસ થઇ રહી છે. જેમાં ડી.એમ સિરીઝમાં આર.ટી.ઓ કચેરીના કોમ્પ્યુટરનો થયેલ ગેરઉપયોગ મુદ્દે સામે આવેલા કૌભાડ મામલે તપાસ ચાલી રહી છે અને જરૂરી દસ્તાવેજો સાથે આર.ટી.ઓ ભુજ કચેરી તપાસમાં સહયોગ આપી રહી છે. જો કે સ્થાનીકે સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ છાસવારે થતા આવા ભોપાળાની યોગ્ય તપાસ ન થતી હોવાની ઉચ્ચકક્ષાએ રજુઆત થતા ગાંધીનગરથી ટીમને આવવુ પડ્યુ હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.જો કે હવે તપાસના અર્થે શુ તથ્યો સામે આવે છે. અને કાર્યવાહી થાય છે તેના પર સૌની મીટ મંડાઇ છે.