Home Social ભાજપે ચુંટણી જીતવા તો શુ કોગ્રેસે ભાજપના નેતાઓને ખુલ્લા પાડવા ઇભલાશેઠને યાદ...

ભાજપે ચુંટણી જીતવા તો શુ કોગ્રેસે ભાજપના નેતાઓને ખુલ્લા પાડવા ઇભલાશેઠને યાદ કર્યા..?

1310
SHARE
અબડાસાની ચુંટણીના રાજકીય કાવાદાવ વચ્ચે જ્યારે અપક્ષ ઉમેદવારો મેદાને ઉતર્યા ત્યારે ભાજપ ગેલમાં હતુ અને કોગ્રેસને ડર હતો કે અપક્ષ મુસ્લિમ ઉમેદવારો મતોનુ ધ્રૃવિકરણ કરશે જો કે 23 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી કચ્છના અબડાસામાં સભા સંબોધન માટે આવ્યા અને ઇભલાશેઠનુ નામ લેતાજ તેનો વિરોધ શરૂ થઇ ગયો અને કોગ્રેસે સોસીયલ મિડીયા પર તેનો ખુબજ વિરોધ્ધ કર્યો જો કે ધટનાના 14 દિવસ બાદ કોગ્રેસના એક નેતાએ સત્તાવાર રીતે એક પ્રેસ યાદી બહાર પાડી આ ઘટનાને વખોડી છે. અને તે પણ ચુંટણી પુર્ણ થઇ તે પછી હવે તેમના આ નિવેદન પાછળનો મુળ હેતુ તો તેઓજ જાણતા હશે પરંતુ અહી ચોક્કસ સવાલ થાય કે ભાજપ તો ચુંટણી જીતવા તમારા માનવા મુજબ ગેરઉપયોગ કરે છે પરંતુ તમે ઇભાલાસેઠની આડમાં કેમ ભાજપ પર નામવગર પ્રહારો કરો છો?
કોગ્રેસી નેતાને નામ લેવામા કોની શરમ?
આમતો કોગ્રેસે આ મુદ્દે ચોક્કસ સોસીયલ મિડીયા પર વિરોધ કર્યો હતો. પરંતુ રાજકીય નિષ્ણાંતો એવુ માને છે કે ગુજરાતના મુખ્યમંત્રી દ્રારા ઇભલાસેઠનુ નામ લેવાના સંજોગોમાં ભાજપને નુકશાન જાય છે. તેવામાં કયા ગણીત સાથે ભાજપ જીતવા માટે ઇભલાસેઠના નામનો ખોટો ઉપયોગ કરે છે તે સમજાય નહી તેવી વાત છે. તેમાં પણ વડી મુખ્યમંત્રીના નિવેદનને 14 દિવસ વિતી ગયા ચુંટણી પણ પુરી થઇ ગઇ અને ત્યાર બાદ કોગ્રેસના જીલ્લા પંચાયતના વિપક્ષી નેતાએ આવા સવાલો ઉભા કરવા સાથે ટેક્ષ ચોરી તો ભાજપના નેતાઓ પણ કરે છે. તેવો ઉલ્લેખ પણ પ્રેસનોટમાં કર્યો છે. પરંતુ અહી સવાલ એ છે. કે કોગ્રેસના નેતાઓને કોની સરમ નડ છે. કે તેઓએ પ્રેસનોટમાં ભાજપના એવા ટેક્ષચોર લોકોના નામ સુધ્ધા લખ્યુ નથી. ક્યો ભાજપનો નેતા બેઝ ઓઇલ વહેંચે છે.? ક્યા ભાજપના નેતાના કરોડો રૂપીયા બાકી છે? કેવા ધંધામાં કયો ભાજપનો નેતા સંકડાયેલો છે?.તેવો કોઇ જ ઉલ્લેખ પ્રેસનોટમાં ન કરી ભાજપની લાજ કાઢી હોય તેવુ લાગી રહ્યુ છે
ઇભલાસેઠને બધા ઓળખે છે
કચ્છમાં અને ગુજરાતમાં પણ ઇભલાસેઠનુ નામ અજાણ્યુ નથી. તેમના વિરૂધ્ધ થયેલા કેસો અને ઘટનાક્રમના ઇતિહાસથી કચ્છના તમામ લોકો વાકેફ છે. તો તેની દાતારી અને દિલેરીને પણ અબડાસાના લોકો સારી રીતે જાણે છે. તેવામાં ભાજપ તો કદાચ દર ચુંટણીમાં તેમના વિરૂધ્ધ ધસાતુ બોલે છે. પરંતુ કોગ્રેસ પણ જાણે રાજકીય લાભ માટે તેનો ઉલ્લેખ કરતુ હોય તેવુ પ્રેસનોટ પરથી લાગી રહ્યુ છે. કેમકે જો ખરેખર મરહુમ ઇભલાસેઠ પ્રત્યે હમદર્દી હોત તો કોગ્રેસ 14 દિવસ બાદ ન જાગત અને જાગ્યુ તો પણ ભલે પરંતુ ઇભલાસેઠના નામ લીધા વગર શા માટે ચુંટણીમાં ભાજપના કહેવાતા ટેક્ષચોર નેતાઓની કોઇવાત ચુંટણી મુદ્દામાં તમે સમાવી નહી કે પછી તમે પણ વર્તમાન અને ભવિષ્યમાં થનારા ધંધાઓની કોગ્રેસને ખબર છે. તેવી વાત ઇભલાસેઠની આડમાં મુકવા માંગો છો?…જે હોય તે ભાજપ હોય કે કોગ્રેસ દાણચોર કહો કે દાતાર એકવાત નક્કી છે. ઇભલાસેઠના વ્યક્તિત્વની ઓળખ આપવાની ક્યારેય જરૂર પડી નથી તે બધા ભલીભાતી જાણે છે
સ્વ ઇભલાસેઠના નામનો દર ચુંટણીમાં ઉલ્લેખ થાય છે. તે વાસ્તવિક્તા છે. પરંતુ મુખ્યમંત્રીના નિવેદનના 14 દિવસ બાદ કોગ્રેસી નેતાની પ્રતિક્રીયા ન સમજી સકાય તેવી છે. તો વડી ભાજપના નેતાઓ પર ખુલ્લેઆમ આક્ષેપો તો પ્રેસનોટમાં કોગ્રેસી નેતા એ કર્યા છે પરંતુ ક્યાક નામ લેવામાં શરમ નડી હોય તેવુ લાગી રહ્યુ છે. ચુંટણી સમયે પણ કોગ્રેસી નેતાએ સૈયદપર ગામે વિન્ડકંપનીથી ગામને અન્યાયની ચિંતા કરી હતી પરંતુ ત્યારે સ્વ ઇભલાસેઠ વિષે મુખ્યમંત્રીએ બોલેલા સંવાદો કોગ્રેસ કે તેમના નેતાઓને યાદ આવ્યા ન હતા. તે વાસ્તવિક્તા છે. ખરેખર તો ભાજપ અને કોગ્રેસ બન્ને પાર્ટીઓએ ચુંટણી સમયે તો મૃત વ્યક્તિને રાજકીય લાભ માટે યાદ ન જ કરવા જોઇએ