Home Crime અબડાસા ચુંટણીની રાજકીય અદાવતો શરૂ; પત્રકારને ઓફીસે આવી ટોળાએ માર માર્યાની ફરીયાદ

અબડાસા ચુંટણીની રાજકીય અદાવતો શરૂ; પત્રકારને ઓફીસે આવી ટોળાએ માર માર્યાની ફરીયાદ

2686
SHARE
ચુંટણી સ્થાનીક સ્વરાજની હોય કે વિધાનસભાની. રાજકીય ક્ષેત્રમાં ચુંટણીના વેરઝેર ઝડપથી ભુલાતા નથી અને તેમાય જ્યારે ચુંટણી પ્રતિષ્ઠાનો જંગ બની હોય ત્યારે મામલાઓ હત્યા સુધી પહોચ્યાના અનેક દાખલાઓ છે ત્યારે તાજેતરમાંજ યોજાયેલી ગુજરાતની 8 વિધાનસભા ચુંટણી પૈકીની અબડાસાની ચુંટણીની રાજકીય અદાવત શરૂ થઇ હોય તેમ નખત્રાણા સ્થિત પત્રકાર અને ક્ષત્રિય આગેવાન પર તેની ઓફીસમાંજ ચુંટણીનુ વેરઝેર રાખી ધાકધમકી અને માર માર્યા અંગેનો મામલો સામે આવ્યો છે. અને પોલિસ મથક સુધી પહોચ્યો છે. જેમાં ફરીયાદી નવુભા સવાઇસિંહ સોઢાએ પોલિસ ફરીયાદ કરી રૂપસંગજી તથા નરેન્દ્રસિંહ સહિત અજાણ્યા અન્ય વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધાવી છે.
ચુંટણીમાં કેમ અમારા વિરૂધ્ધ કામ કર્યુ-લખ્યુ?
ફ્રિ-લાન્સ પત્રકારી વ્યવસાય સાથે સંકડાયેલા નવુભા સોઢા તેમની ઓફીસે બપોરે પહોચ્યા હતા ત્યારે રૂપસંગજી જાડેજા તથા નરેન્દ્રસિંહ જાડેજા તેમના માણસો સાથે ઓફીસમાં આવ્યા હતા. અને રૂપસંગજીએ દેશી બંધુક જ્યારે નરેન્દ્રસિંહ જાડેજાએ છરી કાઢી તેને માર-માર્યો હતો અને ત્યાર બાદ ભુંડી ગાડો આપી અમારા વિરૂધ્ધ કેમ લખે છે અને ચુંટણીમાં કેમ અમારા વિરૂધ્ધ કામ કર્યુ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જો કે ત્યાર બાદ બુમાબુમ થતા લોકો દોડી આવ્યા હતા અને હુમલો કરનાર ત્યાથી ધમકી આપી જતા રહ્યા હતા. તો ફરીયાદીને અકસ્માત કરી મારી નાંખવાની પણ ધમકી આપી હતી આ અંગે નખત્રાણા પોલિસમાં અરજી કર્યા બાદ પોલિસે આ મામલે તપાસ શરૂ કરી છે
જો કે ફરીયાદમાં ક્યા રાજકીય પક્ષ દ્રારા આ કરાયુ તેનો કોઇ ઉલ્લેખ કરાયો નથી પરંતુ પોલિસે નખત્રાણાના ભરબજારમાં બનેલી ઘટનાની ફરીયાદ સંદર્ભે તપાસ શરૂ કરી છે. અબડાસામા રાજકીય અદાવતમાં હત્યા અને હથિયારો સાથે ખુલ્લી ધમકીના અનેક કિસ્સાઓ ભુતકાળમાં બન્યા છે ત્યારે વર્તમાન ચુંટણીને લઇને પણ હવે રાજકીય વેરઝેરના કિસ્સા સામે આવી રહ્યા છે જે ચિંતાજનક છે. જો કે પોલિસે ધટનાની ઉંડાણથી તપાસ શરૂ કરી છે.