રાજકીય સંગઠન માટે સામાન્ય કહી શકાય તેવા જીલ્લા ભાજપના પ્રમુખની વરણી કચ્છ સહિત ગુજરાતના તમામ જીલ્લાઓ માટે ભાજપ દ્રારા કરાઇ હતી. આમતો સમય મર્યાદા પુર્ણ થતા આ પ્રક્રિયા થતી જ હોય છે. પરંતુ કોરોના મહામારી અને નવા સંગઠન પાર્ટી પ્રમુખની વરણીમાં વિલંબ થતા જીલ્લા પ્રમુખોની ફેરબદલમા પણ વિલંબ થયો હતો. જો કે આજે ભાજપે સત્તાવાર રીતે 39 પ્રમુખોની વરણી કરી હતી જેમાં કેશુભાઇ પટેલને ફરી કચ્છના પ્રમુખ તરીકે વરાયા હતા. આમતો સી.આર.પાટીલ ગુજરાતના પ્રમુખ બનતા જ બાપા રીપીટ થશે તેવી પ્રબળ સંભાવના હતી જ પરંતુ મુખ્યમંત્રીના નજીક એવા દિલીપ ત્રીવેદ્રીએ પણ પ્રમુખ બનવા માટેના પ્રયાસો કર્યા હતા. પરંતુ કચ્છ ભાજપ સંગઠનની દિલીપભાઇના નામ સામે નારાજગી અને ક્યાક ગુજરાતના મુખ્યમંત્રીનુ પાટીલ ભાવ પાસે ન ચાલ્યુ હોય તેવુ આ વરણી પરથી સ્પષ્ટ લાગી રહ્યુ છે
કચ્છ ભાજપને ચુંટણી પરિણામ પહેલા ઉત્સવની મળી તક
કચ્છ ભાજપ ભલે જુથ્થબંધીની વાત નકારતુ હોય પરંતુ લાંબા સમયથી કચ્છમાં ભાજપ બે ભાગમાં વહેંચાઇ ગયુ હતુ. અને સીધી રીતે નહી તો આડકતરી રીતે એકમેકના જુથ્થના સભ્યો અને આગેવાનોનો પછાડવાની હોડ લાગી હતી. એક સમયે ભાજપમાં ચર્ચા પણ હતી કે દિલીપ ત્રિવેદ્રી મુખ્યમંત્રીના નીકટ હોવાના નાતે પ્રમુખ બની પણ જાય પરંતુ અંતે સી.આર.પાટીલ આવતા જ ભાજપનુ એક જુથ્થ ગેલમાં હતુ અને કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલ બને તેવી શક્યતા પ્રબળ બની હતી. આમતો વિધાનસભાની પેટાચુંટણી પછી આ નિમણુંક થવાની હતી. પરંતુ એક તરફ જ્યા અમિતશાહ ગુજરાત આવી રહ્યા છે. તે પેહેલા જ આ નિમણુંકો કરી દેવાઇ હતી આવતીકાલે ચુંટણીનુ પરિણામ છે જેમાં અબડાસા બેઠકની મુખ્ય જવાબદારી કચ્છના સાંસદ અને કેશુભાઇના સીરે છે તેના પર સૌની મીટ મંડાણી છે. પરંતુ તે પહેલા ભાજપના કાર્યક્રરો આગેવાનોને ઉજવણીની તક ચોક્કસ મળી હતી
દિલીપ ત્રિવેદી સાઇડ લાઇન દેખાતા હતા
આજથી થોડા સમય પહેલા ચિત્ર એવુ હતુ કે મુખ્યમંત્રીની ખાસ એવા દિલીપ ત્રિવેદ્રી દરેક કાર્યક્રમોમાં દેખાતા પણ હતા અને લાઇમલાઇટમાં અગ્ર હરોડમાં તેમને સ્થાન મળતુ હતુ. પરંતુ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાતા જાણે ચિત્ર બદલાયુ હોય તેમ ચુંટણી દરમ્યાન અને તે પહેલાના પણ ધણા કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતી ધટી હતી. તો ચુંટણી દરમ્યાન ધણી સભામાં તેઓને સ્ટેજમાં પણ સ્થાન મળતુ ન હતુ. અને નિચે સામાન્ય કાર્યક્રરની જેમ તેમની હાજરી હતી. ટુંકમાં તેઓ થોડા સાઇડ લાઇન થયા હતા. તો ગુજરાતમાં સંગઠન સત્તા પરિવર્તન સાથે તેમની નજીકના ધણા વ્યક્તિઓએ પણ પોતાની દિશા બદલી દિલીપભાઇ થી અંતર બનાવ્યુ હતુ. જો કે રાજકીય અને ભાજપના આંતરીક સુત્રોના મતે થોડા સમય માટે હજુ પણ દિલીપભાઇ સાઇડ લાઇન રહે તેવી પુરી શક્યતા છે
આમતો કચ્છની સામાન્ય કહી શકાય તેવી જીલ્લા પ્રમુખની નિમણુંક આગામી દિવસોમાં પરોક્ષ-અને પત્યક્ષ રીતે ભવિષ્યમાં બનનારી ધણી ધટનાઓ માટે નિમતી બનશે કચ્છમાં ભલે જુથ્થવાદ વચ્ચે સંગઠનને મજબુત અને પાર્ટીની છબી બચાવવામાં બાપાએ ભજવેલી તેમની ભુમીકાના આધારે તેમની રચના થઇ હોય પરંતુ રાજકીય નિષ્ણાંતો આ નિમણુંકમાં વિજયભાઇ નહી પાટીલભાઉની ચાલી હોય તેવુ જોઇ રહ્યા છે