Home Social દેલવબેનને કલ્પના પણ ન હતી ગૌતમભાઇ અદાણી પરિવાર સાથે સાચે તેમના ઘરે...

દેલવબેનને કલ્પના પણ ન હતી ગૌતમભાઇ અદાણી પરિવાર સાથે સાચે તેમના ઘરે મહેમાન બનશે

3810
SHARE
દેશના ધનાઢ્યા એવા અદાણીગ્રુપના ગૌતમભાઇ અદાણીએ આજે ફોટો શેર કરી મુન્દ્રા તાલુકાના સેખડીયા ગામે સામાજીક મહિલા આગેવાનના ઘરે લીધેલી મુલાકાત અંગેની પોતાની યાદો અને મુલાકાત સાથેના લાગણીભર્યા સંભારણા શેર કર્યા છે. આજે ટ્વીટ કરી આ અંગેની તેઓએ એક પોસ્ટ મુકી હતી પોતાના પરિવાર સાથે ગૌતમભાઇ અદાણી દેવલબેન ગઢવીના ઘરે મહેમાન બન્યા હતા અને દેશી ભોજનનો સ્વાદ માણ્યો હતો દેવલબેન ગઢવીના ઘરે મહેમાનગતી બાદ ગૌતમભાઇએ લાગણીસભર પોસ્ટ ટ્વીટર પર મુકી હતી.
સોસીયલ મીડીયાની પોસ્ટ બની મુલાકાતનો સેતુ
સામાજીક આગેવાન અને અદાણીગ્રૃપની સામાજીક પ્રવિૃતિમાં સાથે કામ કરતા દેવલબેન ગઢવી સોસીયલ મિડીયા પર ખુબ એક્ટવી રહે છે અને તેથીજ સામાજીક પ્રવૃતિ સાથે સારી બાબતો તેઓ હમેંશા સોસીયલ મિડીયા પર શેર કરતા હોય છે. એલ.આર.ડી ભર્તીની તૈયારી કરતી તેમની પુત્રીએ ઇચ્છા વ્યક્ત કરી કે તેને દેશી ભોજન જમવુ છે જે બનાવી દેવલબેન ગઢવીએ તેના ફોટો સેર કર્યા હતા. જે જોઇ ગૌતમભાઇ અદાણીના પત્ની પ્રિતીબેન આકર્ષાયા હતા અને દેવલબહેન સાથે થોડો સંવાદ કર્યો હતો. દેવલબહેને જમવા માટે આમતંત્ર આપ્યુ અને તુરંત પ્રતિબહેને ગૌતમભાઇ સાથે વાત કરી દેવલબેન ગઢવીના ઘરે ભોજનનો કાર્યક્રમ બનાવ્યો હતો. નવા વર્ષની શરૂઆત અને ભાઇબીજના દિવસે ગૌતમભાઇ અદાણી જેવા ઉદ્યોગપતી સહપરિવાર મહેમાન બનવાની ખુશી દેવલબેન એ વ્યક્ત કરી હતી. સાથે દોઢ કલાકની મુલાકાત દરમ્યાન ગૌતમભાઇ અને તેમના પરિવારના સાલસ સ્વભાવની પ્રશંસા કરી પરિવારના સભ્યની જેમ જ સમગ્ર અદાણી પરિવાર નવા વર્ષની ઉજવણીમાં જોડાયુ હતુ.
દોઢકલાક મુન્દ્રાના સેખડીયા ગામે દેવલબેનના ઘરે આવેલા ગૌતમ અદાણી એક સામાન્ય ઘરમાં નવા વર્ષની ઉજવણી કરશે તેવી કોઇ કલ્પના પણ નહી કરી હોય તેમ દેવલબેનને પણ કલ્પના ન હતી કે એક પોસ્ટ જોઇ વિશ્ર્વના ટોચના ઉદ્યોગપતિ ગૌતમભાઇ સહપરિવાર તેમને ત્યા આવશે મુલાકાત અંગે દેવલબેને જણાવ્યુ હતુ કે મુલાકાત ખુબ યાદગાર રહી હતી. ગૌતમભાઇની પરિવાર સાથેની મુલાકાત ખુબ યાદગાર રહી હતી. તૌ ગૌતમ અદાણીની ભાવુક પોસ્ટ પર ધણુ કહી જાય છે.