અબડાસા ચુંટણીના ઐતિહાસીક ચુંટણી પરિણામ પછી હવે શુ થશે તેના પર સૌની મીટ મંડાઇ છે. ભાજપે ચુંટણી પ્રચાર દરમ્યાન અબડાસા માટે ધણુ કર્યુ અને ધણુ કરવાના છે તેવા વાયદાઓ કર્યા છે. જે પુરા કરવાનો પડકાર છે. સામાન્ય માણસ એવા પદ્યુમનસિંહ જાડેજા અત્યારે લોકો વચ્ચે છે. પરંતુ પ્રજાના કામ પુરા કરવામાં તેઓ કેટલા ઉંડા ઉતરે છે તેના પર સૌની મીટ મંડાઇ છે. જો કે ચુંટણીના અણધાર્યા પરિણામ પછી કોગ્રેસ જાણે કોમા માં જતુ રહ્યુ હોય તેમ કોઇ નક્કર પ્રજાલક્ષી નિવેદન આપવાનુ પણ યોગ્ય ન માની કોગ્રેસ ઉંધમાં છે પરંતુ અપક્ષે બેટીંગ ચાલુ રાખી છે. અને વિવિધ જગ્યાએ સારા મતો મળ્યા બાદ હનીફ પઢયાર એ કાર્યાલય ખોલવા સાથે રજુઆતો કરવાની શરૂઆત પણ કરી દીધી છે
કોગ્રેસ જાણે કોમામાં પણ અપક્ષ ફુલફોર્મમાં
પોતાની પરંપારગત બેઠક ગુમાવવાનો શોક કોગ્રેસ હજુ મનાવી રહી છે. ચુંટણી હાર બાદ મતદારોનો આભાર માનવાની પણ કોગ્રેસના પ્રમુખે તસ્દી લીધી નથી. કે નથી કોઇ જાહેર સ્ટેટમેન્ટ આપ્યુ.. તો જ્યા કોગ્રેસ પ્રમુખ ગુપ્તવાસમાં હોય તેમ બીજાનુ તો પુછવુ શુ જે લોકો ચુંટણી સમયે જાગૃત મતદારોને જાહેર સંદેશાઓ આપતા હતા તેઓએ પણ કોઇ જાહેર સ્ટેટમેન્ટ આપ્યુ નથી. એટલે કોગ્રેસ ચુંટણી હારને પચાવી હજુ કોમામાંથી બહાર આવ્યુ નથી. જો કે ભાજપની સક્રિયતા કરતા કચ્છના સ્થાનીક કોગ્રેસના જવાબદારોની નિષ્ક્રિયતાથી મળેલી હાર પછી કચ્છ કોગ્રેસનુ નબળુ સુકાન નજીકના સમયમાં બદલાય તેવી પુરી શક્યતા છે જો કે અપક્ષે સારા મતો મેળવ્યા પછી આ વિસ્તારમાં પ્રજાની સમસ્યા અંગે રજુઆતો શરૂ કરી છે. હનીફ જાકબ બાવાએ દેશલપરથી હાજીપીર જતા ખરાબ માર્ગ અંગે નિતીન પટેલ રજુઆત કરતા પત્ર લખવા સાથે પોતાની સક્રિય બેટીંગ શરૂ રાખી છે.
અબડાસા ચુંટણીનુ ઐતિહાસીક પરિણામ ચોક્કસ આવ્યુ છે. પરંતુ ત્યાર બાદ પ્રજાની વચ્ચે રહેવાનો અને વિકાસના વાયદા પુરા કરવાનો પડકાર ભાજપ સમક્ષ છે. તો બીજી તરફ કોગ્રેસને ફરી ગઢ મજબુત કરવાનો પડકાર છે. પરંતુ કદાચ હારના અપચાથી કોગ્રેસ કોમામાં હોય તેવુ લાગી રહ્યુ છે. પરંતુ અપક્ષે સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં ઝંપલાવવાના મજબુત ઇરાદા સાથે પ્રજા પ્રશ્ર્નો અંગે રજુઆતો શરૂ કરી જાગૃત લોકસેવક બનવાના મજબુત ઇરાદા દેખાડ્યા છે