એક તરફ પુર્વ કચ્છમાં મીઠીનઝર હેઠળ બધુ ચાલતી હોવાની ચર્ચા વચ્ચે પુર્વ કચ્છમાંથી લાખો રૂપીયાનો શરાબ 31 ડીસેમ્બર પહેલા ઝડપાઇ રહ્યો છે. પાછળા થોડા દિવસોમાંજ છુટછવાયા દારૂના દરોડાની સાથે કચ્છ આવતો લાખો રૂપીયાનો શરાબ ઝડપાઇ રહ્યો છે. પરંતુ જાણે બુટલેગરો પણ કચ્છમાં દારૂ ધુસાડવા માટે મરણીયા હોય તે રીતે કચ્છમાંથી વધુ લાખો રૂપીયાનો શરાબનો જથ્થો ઝડપાયો છે. જો કે રેન્જકક્ષાએથી કાર્યવાહી થતા પુર્વ કચ્છ પોલિસ બેડામાં આ રેડને લઇને અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. તો ક્યાક જાણકારો એવી શંકા પણ વ્યક્ત કરી રહ્યા છે. કે જુની મોડશ ઓપરેન્ડીથી કચ્છમાં દારૂ પકડાવાનો સિલસીલો શરૂ થયો છે. જો કે હાલ તો બોર્ડર રેન્જે દારૂની મોટી ખેપ પકડી વધુ તપાસ હાથ ધરી છે. તો આ પહેલા લોકલ ક્રાઇમ બ્રાન્ચે 14 તારીખે ગાંધીધામથી અને બોર્ડર રેન્જે 15 તારીખે દુધઇ નજીકથી લાખો રૂપીયાનો શરાબનો જથ્થો ઝડપ્યો હતો
મુખ્ય સુત્રધાર સુધી તપાસ થશે?
પુર્વ કચ્છ વિસ્તારમાંથી લાખો રૂપીયાનો શરાબ તો ઝડપાઇ રહ્યો છે. પરંતુ માલ મંગાવનાર મુખ્ય સુત્રધાર અને મોકલનાર કોણ તે હજુ સુધી નામ સામે આવ્યા નથી આજની રેડમાં પણ ટ્રક સાથે ડ્રાઇવર ઝડપાયો છે. પરંતુ બોર્ડર રેન્જે તેનો ફોટો પણ જાહેર કર્યો નથી અને અત્યાર સુધીની તપાસમાં લાખોનો માલ પોલિસના ડર વગર પકડાવાની બીક છંતા કોણ મોકલી રહ્યુ છે. તે શોધી શકી નથી. અગાઉ પણ જ્યારે આવો મોટી કિંમતનો જથ્થો ઝડપાતો ત્યારે ફોલડરીયા સુધી તપાસ પહોચતી અને મોટાભાગના કિસ્સામાં મુખ્ય સુત્રધાર સુધી પોલિસ પહોચી શકતી નહી તેવામાં બોર્ડર રેન્જે આજે સામખીયાળી નજીકથી 44.35 લાખનો શરાબના જથ્થા સહિત કુલ્લ 54 .40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને જશરાજ ઉર્ફે જશુ ગુમનારામ પાબડ રહે બાડમેર રાજસ્થાન વાડાને ઝડપી પાડ્યો છે. જો કે રેન્જની પ્રાથમીક તપાસમાં અન્ય બે વ્યક્તિઓના નામ સામે આવ્યા છે. પરંતુ માલ મોકલનાર અને મંગાવનારના નામ હજુ સામે આવ્યા નથી. તેવામાં છુટછવાયા દારૂના દરોડા સાથે મોટી ખેંપ મારી કચ્છ દારૂ કોણ પહોચાડી રહ્યો છે તે શોધવુ જરૂરી છે.
એક તરફ કોરોના મહામારીની અમલવારી અને કાયદો વ્યવસ્થાની સ્થિતી જાળવવાના પડકાર વચ્ચે પણ પોલિસની બાઝ નઝર કચ્છ આવતા લાખો રૂપીયાના દારૂના જથ્થા પર છે. અને કચ્છમાં પાછલા બે સપ્તાહમાંજ એક કરોડથી વધુનો કચ્છ આવતો અને આવી ગયેલો જથ્થો પકડાઇ રહ્યો છે. જો કે નવાઇ વચ્ચે હજુ સુધી આવા મામલાની ઉંડાણ પુર્વકની તપાસ ન થતા મુખ્ય સુત્રધાર સુધી પોલિસ પહોચી શકી નથી તેવામાં ઉંડાણપુર્વકની તપાસ થાય તે જરૂરી છે. જો કે પચ્છિમ કચ્છમાં કડક પોલિસવડા ના ડરે દારૂ ધુસાડવાના પ્રયાસો પુર્વ કચ્છ કરતા ઓછા થઇ રહ્યા છે. તે પણ તેટલુજ સત્ય છે.