Home Current મિરઝાપર નજીક ભુ-માફીયા સામે કાર્યવાહી માટે કચ્છ ભાજપના આગેવાનોએ ચંપલ ધસી નાંખી;...

મિરઝાપર નજીક ભુ-માફીયા સામે કાર્યવાહી માટે કચ્છ ભાજપના આગેવાનોએ ચંપલ ધસી નાંખી; અંતે ચક્કાજામ કર્યો

2132
SHARE
ગુજરાતની ભાજપની સરકારે હજુ થોડા સમય પહેલા જ કિંમતી જમીન પર દબાણ કરનાર સામે કડક કાર્યવાહી અને પગલા લેતો કાયદો બનાવ્યો પરંતુ જાણે અધિકારીઓ તેને ધોળી ને પી જશે તેવુ લાગી રહ્યુ છે. કેમકે ભુજના મિરઝાપર ગામ નજીક હમણા જ્યા તંત્રએ દબાણ દુર કર્યુ ત્યા વરસાદી વહેણ પર જ ભુ-માફીયા દ્રારા બાંધકામ કરી કબ્જો કરી લેવાયો ગ્રામ પંચાયતે ઠરાવ કરી બાંધકામ દુર કરવા તંત્ર પાસે માંગ કરી પરંતુ 14 દિવસ સુધી સરકારી કચેરીઓમાં ચંપલ ધસી નાંખ્યા બાદ આજે ના છુટકે ગ્રામજનોએ ચક્કાજામ કરી પોતાના આક્રોશ ઠાલવ્યો હતો નવાઇ વચ્ચે ભાજપના જ બે આગેવાન વિનોદ વરસાણી અને અરવિંદ પીંડોરીયા કે જેઓ ભાાજપના આગેવાન છે. તેઓ પણ દબાણ મુદ્દે રજુઆત માટે કલેકટર કચેરીએ પહોચ્યા હતા. અને આક્ષેપ પણ કર્યો હતો કે તંત્રની મિલીભગતથી આ થયુ છે. અને દબાણ દુર નહી થાય તો ગાંધી ચિધ્યા માર્ગે લડત કરશુ!
ગામના આગેવાનનો આક્ષેપ તંત્રને દબાણ જ નથી લાગતુ
મિરઝાપરના બીજા ગેટની સામે જ વરસાદી નાલા પર દેખાય તે રીતે દબાણ થયુ છે. અને નવાઇ વચ્ચે થોડા સમય પહેલાજ આ રોડ પર તંત્રએ દબાણ દુર કરવાની કાર્યવાહી કરી હતી પરંતુ 14 દિવસ પહેલા ગ્રામજનોના ધ્યાને આ દબાણ આવતા પંચાયતમાં ઠરાવ સાથે વરસાણી વહેણ પર થયેલા દબાણને દુર કરવા માટે તંત્રમાં રજુઆત માટે પહોચ્યા હતા જો કે નવાઇ વચ્ચે મામલતદારે આ દબાણ ન હોવાનુ કહ્યુ હતુ અને આજે 14 દિવસ થયા તંત્રએ કોઇ કાર્યવાહી ન કરી હતી. તો દબાણો હટાવવા મુદ્દે કડક અધિકારીની જેમની ઇમેજ ઉભી થઇ છે. તેવા ભુજ પ્રાન્ત અધિકારીને ધ્યાને મુદ્દો મુકવા છંતા પણ કોઇ કાર્યવાહી થઇ ન હતી જેથી આજે ગ્રામ પંચાયતના સભ્યો ભાજપના આગેવાનો પહેલા કલેકટર કચેરીએ પહોચ્યા હતા અને ત્યાર બાદ ચક્કાજામ કર્યો હતો જો કે નવાઇ વચ્ચે ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે વહીવટી તંત્ર વરસાદી વહેણ પર થયેલા બાંધકામને દબાણ જ નથી માનતુ
શુ ભુજમાંજ ભુ-માફીયા સામે કાર્યવાહી થશે
મુખ્યમંત્રીએ થોડા દિવસો પહેલાજ જાહેર નિવેદન આપી રાજ્યભરમાં ભુ-માફીયા પર કડક કાર્યવાહી થશે તેવી વાત કરી હતી. પરંતુ કચ્છનુ વહીવટી તંત્ર જ્યા છે તેવા ભુજ નજીક જ વરસાદી વહેણ પર બાંધકામ કરી જમીન કબ્જે કરી લેવાઇ છંતા તંત્ર કાર્યવાહી કરતુ નથી. ભુજ તાલુકાના રતીયા ગામની સિમમાં કિંમતી જમીન પર કબ્જો કરી લેવાયો છે. એરપોર્ટ રોડ પર કિંમતી જમીન પર દબાણો દુર કરવા તંત્રએ હજુ કોઇ પ્લાન બનાવ્યો નથી ત્યારે સવાલ ચોક્કસ થઇ રહ્યો છે. કે ભુજમાં તંત્ર ભુ-માફીયા સામે કાર્યવાહી કરી શકશે કે પછી માત્ર પદ્દ-પ્રતિષ્ઠા જોઇ કાર્યવાહી થશે કેમકે જ્યા ભાજપના ચુંટાયેલા પ્રતિનીધીઓ દબાણ કરાયુ હોવાનો આરોપ મુકી રહ્યા છે. અને છંતા તંત્ર કાર્યવાહી નથી કરી રહ્યુ ત્યારે આમ નાગરીકોની ફરીયાદ શુ તે સવાલ ચોક્કસ થાય સાથે સરકારના આદેશનુ પાલન થશે કે નહી તેના પર પણ સલાલો ઉઠી રહ્યા છે. સરકારી કે ખાનગી જમીન પર દબાણ થાય તેમાં ભલે તંત્ર ન્યાયીક તપાસ પછી કાર્યવાહી કરે પરંતુ જ્યા વરસાદી વહેણ પર બાંધકામ થઇ રહ્યુ છે. તેને દુર કરવામાં કોની શરમ..
એક તરફ ભુજ નજીકના અનેક વિસ્તારોમાં કિમંતી જમીન પર દબાણો દુર કરી તંત્રએ વાહવાઇ મેળવી ત્યા બીજી તરફ એરપોર્ટ રીંગરોડ,રતીયા સિમ અને હવે રોડ પરની કિંમતી જમીન પર બાંધકામ સાથે કબ્જાની પેરવી થઇ રહી છે. અને તે પણ વરસાદી વહેણ પર છંતા તંત્ર હજુ એકશનમાં આવ્યુ નથી ત્યારે સરકાર આ મામલાને ગંભીતાથી લઇ દબાણો દુર કરે તો જ કાયદાનો સાચો ઉદ્દેશ સાર્થક થાય જો કે જોવુ રહ્યુ તંત્ર શરમ દુર કરી કાર્યવાહી ક્યારે કરે છે.