કોર્ટની ફટકાર પછી ગુજરાત સરકારે લોકડાઉનનો ભંગ કરનાર સામે કડક હાથે કામ લેવા માટે રાજ્યના પોલિસ વિભાગને આદેશ કર્યા છે. પરંતુ જાણે કાયદો બંધા માટે સરખો નથી તે રીતે કેટલાક બનાવોમાં ફરીયાદ નોંધાય છે. અને કેટલાક બનાવોમાં મિડીયા અને સોસીયલ મિડીયામાં ગંભીર નોંધ લેવા છંતા પોલિસ કાર્યવાહી કરતી નથી આવાજ એક મામલામાં કચ્છ પોલિસે કાર્યવાહી ન કરતા અંતે આ મામલે રાજ્યના ડી.જી.પી અને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. અને વડઝર ગામે ડાયરો યોજી લોકડાઉનનો ભંગ કરનાર કચ્છની લોકગાયક ગીતા રબારી સામે પોલિસ ફરીયાદ નોંધવા રજુઆત કરાઇ છે. જેમાં સ્થાનીક પોલિસ અને પોલિસવડાને પણ આ અંગે જરૂરી કાર્યવાહી કરવા રજુઆત કરાઇ છે. કચ્છ મહિલા કોગ્રેસના આગેવાન અંજલી ગોર અને કોગ્રેસના કાર્યાલય મંત્રીએ આ અંગે રજુઆત કરી છે. જેમાં આવોજ કાર્યક્રમ કરનાર વનિતા પટેલ અને કાજલ મહેરીયા સામે ફરીયાદ થતી હોય તો ગીતાબેન સામે કેમ નહી તેવા સવાલો ઉભા કરવામાં આવ્યા છે.
ગીતા રબારી માટે નિયમો અલગ છે.?
ભુજ તાલુકાના વડઝર ગામે તારીખ 30-11 ના સરપંચ પુત્રના લગ્ન હતા અને તે કાર્યક્રમમાં ગીતા રબારીએ ગીત ગાયા હતા. જો કે મામલો પોલિસના ધ્યાને આવતા માનકુવા પોલિસે આ મામલે સરપંચ સહિત જવાબદાર વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધી હતી પરંતુ સોસીયલ મિડીયામાં આ મામલાની ખુબ ટીકા થઇ હતી અને ગીતાબેન રબારીની ઉપસ્થિતી વાડા કાર્યક્રમની તપાસ બાદ ગીતાબેન રબારી સામે કોઇજ ફરીયાદ ન નોંધાતા અનેક સવાલો ઉભા થયા હતા. કેમકે એક તરફ સરકાર પાસે કોરોના મહામારીમાં જાગૃતિ અંગે લાખો રૂપીયા કલાકાર આ રીતે લોકડાઉન નિયમોનો ભંગ કરે તે કેટલુ યોગ્ય છે તેવા સવાલો ઉભા થયા હતા તેવામાં ત્યાર બાદ આયોજીત પાટણના એક કાર્યક્રમમાં વનિતા પટેલ સામે ફરીયાદ થઇ લોકગાયક કાજલ મહેરીયા સામે પણ આવાજ કાર્યક્રમમાં હાજરી બદલ ફરીયાદ થઇ પરંતુ ગિતાબેન સામે કચ્છ પોલિસે ફરીયાદ ન નોંધી અત્રે નોંધનીય છે. કે પાટણ અને કચ્છ રેન્જના આઇ.જી એક હોવા છંતા કાર્યવાહીમાં ભેદભાવ થતા મામલાની ચર્ચા છે.
કોગ્રેસનો રાજ્યના DGP-હાઇકોર્ટને પત્ર
સ્થાનીક પોલિસને રજુઆતો કર્યા બાદ કોઇ યોગ્ય જવાબ ન મળતા કોગ્રેસના આગેવાનોએ આ મામલે જીલ્લા પોલિસવડા માનકુવા પોલિસ સાથે રાજ્યના DGP તથા ગુજરાત હાઇકોર્ટ રજીસ્ટ્રાર વિભાગમાં આ મામલે પત્ર લખી રજુઆત કરી છે. જેમાં એકજ રાજ્યમાં સમાન કાયદા હેઠળ કચ્છમાં લોકગાયક ગીતારબારી સામે કાર્યવાહી ન થતા મામલાની તપાસ કરી યોગ્ય કાર્યવાહી માટે જણાવ્યુ છે કોગ્રેસનો આક્ષેપ છે કે સ્થાનીક પોલિસ આ મામલે ગીતારબારી ને રાજકીય ભલામણથી છાવરી રહ્યા છે. બાકી રાજ્યમાં અન્ય જગ્યાએ આવા કાર્યક્રમો મામલે ગાયક કલાકારો સામે ફરીયાદ કરી રહ્યા છે. તો કચ્છમાં વડઝર ખાતે આયોજીત કાર્યક્રમમાં ગીતા રબારી સામે તપાસ કરી પોલિસ કાર્યવાહી કેમ ન થઇ તેવા સવાલો સાથે કાર્યવાહી માટે રજુઆત કરાઇ છે.
પચ્છિમ કચ્છ પોલિસ દ્રારા વિવિધ તાલુકા મથકો પર માસ્ક વગર ફરતા લોકો સામે દંડનીય કામગીરી થઇ રહી છે. લોકડાઉનનો ભંગ કરનાર સામાન્ય નાગરીકો સામે કાર્યવાહી થઇ રહી છે. પરંતુ નિયમોના છડેચોક ભંગ છંતા ગીતા રબારી સામે કોઇ કાર્યવાહી ન થતા પચ્છિમ કચ્છ પોલિસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. કોગ્રેસે ચીમકી પણ ઉચ્ચારી છે. કે પોલિસ કાર્યવાહી નહી કરે તો આ મામલે કોર્ટના દ્રાર ખટખટાવી ન્યાયીક કાર્યવાહી માટે લડત કરાશે ત્યારે જોવુ રહ્યુ રાજ્ય પોલિસવડા સુધી પહોચેલા મામલે પોલિસ શુ કાર્યવાહી કરે છે.