10 દિવસ પહેલા રાપરના સઇ ગામના યુવાનનુ ભુજથી અપહરણ કરી હત્યા નીપજાવી લાશ ભચાઉના કુંજીસર પાસે ફેંકી દેવા મામલે તપાસ દરમ્યાન બી-ડીવીઝન પોલિસે બે હત્યારાના દબોચી લીધા છે. તપાસ દરમ્યાન હત્યામાં મદદગારી કરનાર બે શખ્સોના નામ પણ ખુલ્યા છે. જેને ઝડપવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે. ભુજ બી-ડીવીઝન પોલિસે હત્યામાં સામેલ બે શખ્સોની ધરપકડ કરી કોર્ટમાંથી 12 દિવસના રીમાન્ડ મેળવ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. હત્યાના પ્રાથમીક કારણમાં યુવતી સાથેના પ્રેમસંબધ કારણભુત હોવાનુ સામે આવ્યુ છે.
પ્રેમસંબધ બન્યા હત્યા માટે નિમીત
મરણજનાર જીવણ પંચાણ રબારી રહે રાપસ સઇના હત્યા કરનાર આરોપી પૈકી કાનજી ઉર્ફે કાના સાંજણ રબારીની પત્ની સાથે પ્રેમસંબધ હતો બસ આજ વાતનુ મનદુખ રાખી તારીખ 16 ડિસેમ્બરના આરોપીએ ભુજ આવેલા જીવણનુ અપહરણ કર્યુ હતુ અને તેના મિત્રો સાથે મળી તિક્ષ્ણ હથિયારના ધા મારી તેની હત્યા કર્યા બાદ તેની લાશને ભચાઉના કુંજીસર નજીક ફેકીદીધી હતી. જો કે ફરીયાદમાં પ્રથમથીજ મૃત્કના પરિજનોએ શંકા દર્શાવતા નામો આપ્યા હતા જે આધારે તપાસ કરતા આજે બી-ડીવીઝન પોલિસે હત્યા કરનાર કાના સાંજણ રબારી તથા તેના મિત્ર પ્રવિણ ઉર્ફે પાલા જગા રબારીની ધરપકડ કરી તેના 12 દિવસના રીમાન્ડ મેળવ્યા છે. જ્યારે તપાસ દરમ્યાન આરોપીઓએ મદદગારી કરનાર બે વ્યક્તિ દેવા કરશન રબારી તથા શંકર ઉર્ફે ચકાનુ નામ આપ્યુ છે જેથી પોલિસે તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
બી-ડીવીઝન પોલિસે દિવસ-રાત તપાસ કરી
મૃત્કની લાસ ભલે ભચાઉના કુંજીસર નજીકથી મળી આવી હતી પરંતુ જીવણનુ અપહરણ ભુજથી થયુ હતુ જેથી આ મામલે ભુજ બી-ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ હતી અને ભારે પોલિસ મથક હોવા છંતા પોલિસ પાસે હત્યા કરી ફરાર થઇ ગયેલા આરોપીને દબોચવાનો પડકાર હતો પોલિસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન સાથે દિવસ-રાત પોલિસે વિવિધ સ્થળો પર ટીમ બનાવી વોંચ ગોઠવી 10 દિવસે આરોપી ઝડપી હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. બી-ડીવીઝનને સચોટ બાતમી મળી હતી કે આરોપી રાપરના ફતેહગઢ વાડી વિસ્તારમાં છે. જે આધારે પોલિસે ટીમ મોકલી બન્ને આરોપીને દબોચી લીધા હતા. હજુ તપાસ દરમ્યાન હત્યામાં વપરાયેલ હથિયાર સહિત ફરાર શખ્સોની ભાડ મેળવવા પોલિસ તપાસ કરશે