સરકારી મિલીભગત અને માનીતી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવા મામલે લલુજી એન્ડ સન્સ હાલ ચર્ચામાં છે. પરંતુ આશાપુરા માઇનકેમ અને આશાપુરા ઇન્ટરનેશનલ કંપની પર પણ જાણે સ્થાનીક વહીવટી તંત્ર અને સરકારના ચાર હાથ હોય તેમ ગેરકાયદેસર ખનીજ ખનનના અનેક મામલા છંતા હજુ સુધી કોઇજ કાર્યવાહી કંપની સામે કરાઇ નથી નવાઇ વચ્ચે 2018માં ખાણખનીજ વિભાગે ફટકારેલા દંડની રકમ તો આશાપુરાએ નથીજ ભરી પરંતુ 2 વર્ષમાં દંડના કેસોની સુનવણી માટે જીલ્લા સમાહર્તાને સમય મળ્યો નથી અથવા ઇરાદા પુર્વક સુનવણી ન થતી હોવાની વિગતો સામે આવી છે. જેમાં 2018માંજ નખત્રાણા-અબડાસા વિસ્તારમાં તપાસ બાદ કંપનીને દંડ ફટકારાયો હોવા છંતા નથી દંડની રકમ વસુલાઇ કે નથી કંપનીના દંડના કિસ્સામાં સુનવણી કરી ખનન બંધ કરાયુ. જે દર્શાવે છે. કે ક્યાકને ક્યાક તંત્ર કોઇના ઇશારે કંપનીને છાવરી રહ્યુ છે અથવા વજનથી કાર્યવાહી માટે તંત્રના હાથ ઉઠતા નથી
3-11-2018 ની તપાસ બાદ દેખાવ માટે કરોડોનો દંડ
એક તરફ જ્યા સરકારી તંત્રની મિલીભગતથી અવારનવાર કચ્છમાં ખનીજચોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યા બીજી તરફ સરકારી તીજોરીને નુકશાન કરી બાબુઓ પોતાના ખીંચા ભરી રહ્યા છે. આવા અનેક બનાવો અને આક્ષેપો વચ્ચે આશાપુરા માઇનકેમ અને ઇન્ટનેશનલ સામે 2018માં થયેલી કાર્યવાહીની વિગતો સામે આવી છે. જેમાં તપાસ બાદ ખાણ-ખનીજ વિભાગે લક્ષ્મીપર, વમોટી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન બદલ લીઝ નંબર 3810,8185,9185,3647,9186,8873 મા તપાસ બાદ આશાપુરા ઇન્ટનેશનલ અને માઇનકેમ કંપનીને કરોડો રૂપીયાનો દંડ ફટકારાયો હતો પરંતુ ત્યાર બાદ તપાસ અનેક ફરીયાદો પછી પણ આગળ વધી નથી. નથી કંપનીએ દંડ ભર્યો કે નથી દંડના કિસ્સામાં કલેકટરના અધ્યક્ષ સ્થાને સુનવણી યોજાઇ જેથી કરોડો સરકારમાં જમા પણ ન થયા અને સુનવણી ન થતા લીઝો હજુ પણ ચાલુ છે. જે દર્શાવે છે. કે માત્ર દેખાવ ખાતર દંડની કાર્યવાહી કરાઇ છે. 2018માં કંપનીને થયેલ દંડની વિગતો જો કે એ સિવાયના અનેક કિસ્સામાં દંડની રકમ કરોડો રૂપીયામાં જાય છે. જે સરકારી તીજોરીમાં જમા થયો નથી
લીઝ નંબર-3810 દંડ 1.58.585
લીઝ નંબર-8185 દંડ 10,21,427
લીઝ નંબર-9185 દંડ 3,11,263
લીઝ નંબર-3647 દંડ 11,20,209
લીઝ નંબર 9186 દંડ 11,45,978
લીઝ નંબર 8873 દંડ 58,38,776
જો કલેકટર કક્ષાએ સુનવણી થાય તો!
2018થી નથી થયુ તે થાય તેવી શક્યતા તો ઓછી છે. પરંતુ તાજેતરમાં જ્યારે ધમધમતા ખનીજ કારસ્તાનો મંદ પડ્યા છે. તેવામાં ખાણખનીજ વિભાગ અને જીલ્લા સમાહર્તા આ મામલે સુનવણી હાથ ધરે તો અલગ-અલગ વિસ્તાર પરંતુ એકજ કંપની દ્રારા કરાયેલી આવી પ્રવૃતિને ધ્યાને રાખી દંડની રકમ વસુલવા સાથે કંપનીને બ્લેકલીસ્ટ કરી લીઝ બંધ રાખવા સુધીની સત્તા કલેકટરને છે. પરંતુ હજુ સુધી 2018ના અને ત્યાર બાદના મામલામાં સુનવણી હાથ ધરાઇ નથી અને કંપનીએ કરોડો રૂપીયા સરકારી તીજોરીમાં જમા પણ કરાવ્યા નથી. તાજેતરમાંજ જ્યારે પોલિસે સક્રિય રહી આશાપુરા સામે કાર્યવાહી કરી છે ત્યારે પોલિસની મહેનત પર ફરી પાણી ફરે તેવુ લાગી રહ્યુ છે તેવામાં ખાણખનીજ વિભાગ અસરકારક અને તટસ્થ કામગીરી કરે તો વર્ષોથી આશાપુરા દ્રારા ચલાવાતા કારસ્તાન ખુલ્લુ પડે તેમ છે. તો કચ્છના કલેકટરે પણ મામલાની ગંભીરતાથી લઇ કાર્યવાહીમાં ઝડપ કરવી રહી પરંતુ ત્યા પણ આંખ આડા કાન થતા હોય તેવુ લાગી રહ્યુ છે.
સ્થાનીક તંત્રના આંખઆડા કાન વચ્ચે કચ્છમાંથી કરોડો રૂપીયાનુ ખનન થઇ ચુક્યુ છે. અને ભવિષ્યમાં પણ થશે કેમકે સરકારી તીજીરીના નુકશાનના ભોગે પણ આવી કંપની સામે કાર્યવાહી માટે કચ્છના વહીવટી તંત્ર પાસે સમય નથી અથવા કાર્યવાહી કરવાજ નથી માંગતા તેવામાં કચ્છની ચિંતા કરતી સરકાર ઉચ્ચકાક્ષાએથી આવા મામલાની તપાસ કરે તો મોટુ કારસ્તાન ખુલે તેમ છે ત્યારે જોવુ રહ્યુ હજુ કચ્છનુ તંત્ર આશાપુરા જેવી કંપનીઓને છાવરે છે કે પછી કડક કાર્યવાહી કરે છે. જો કે ન્યુઝ4કચ્છ કચ્છના હિતમાં આવા પ્રશ્ર્નો ઉજાગર કરવા કટ્ટીબંધ છે