કચ્છના સફેદરણ સહિતના પ્રવાસન સ્થળો પર આજે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી અને વેકેશન દરમ્યાન ન આવ્યા હોય તેટલા પ્રવાસીઓ આજે માંડવી ધોરડો સહીતના પ્રવાસન સ્થળો પર ઉમટી પડ્યા હતા જો કે જે રીતે માંડવીમા બોટ ના સર્જાયેલા અકસ્માતમા 1 મહિલાનુ મોત નીપજ્યુ હતૂ તેમ કચ્છના પ્રવાસન સ્થળ ધોરડોથી પરત ફરતા અંજારના સાપેડા ગામના પરિવાર માટે પણ આજનો દિવસ ગોઝારો સાબિત થયો હતો છોટા હાથી કરી પરિવાર આજે ધોરડો જવા સવારે નીકળ્યો હતો અને સાંજે પરત ગામ જઇ રહ્યો હતો ત્યારે જ ભિરંડીયાયા નજીક તેમના વાહનને અકસ્માત નળ્યો હતો જેમા બે મહિલાના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય 7 થી વધુ લોકો ને નાની મોટી ઇજા પહોંચી હતી જેમા એક મહિલા ગંભીર હોવાનુ મનાય છે પરિવાર ધોરડોથી પરત ફરી રહ્યો હતો જ્યારે સામે કાર ધોરડો જઇ રહી હતી જેના વચ્ચે અકસ્માત સર્જાયો હતો બનાવની જાણ થતા ધાયલોને ભુજ સરકારી તથા ખાનગી હોસ્પિટલમા સારવાર માટે ખસેડાયા હતા પરંતુ સિતલબેન ધનજી ડાંગર તથા દિપ્તીબેન ડાંગરનુ અકસ્માતની ધટનામા મોત થયુ હતુ બનાવની જાણ થતા ખાવડા પોલિસ સહિતનો સ્ટાફ ધટના સ્થળે દોડી ગયો હતો અકસ્માતમા કાર ચાલકોને પણ ઇજા થઇ હોય તેમને ખાનગી હોસ્પિટલમા સારવાર માટે ખસેડાયા હોવાનુ જાણવા મળી રહ્યુ છે અને કારનો ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાનુ પોલિસે પ્રાથમીક રીતે જણાવ્યુ છે બનાવ સંદર્ભે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે તો ધાયલો પૈકીની એક વ્યક્તિની હાલત નાજુક હોવાનુ જાણવા મળી રહ્યુ છે જો કે કચ્છમા આજનો દિવસ ગોઝારો સાબિત થયો છે અને બે ધટનામા 3 મહિલા મોત ને ભેટી છે