કચ્છમાં હજારો લાખો પ્રવાસીઓથી ધમધમતા માંડવી બીચ પર સુરક્ષા વગરની રાઇડનો મુ્દો અનેકવાર ચર્ચામાં આવ્યો છે. અને મનોરંજનના નામે પ્રવાસીઓના જીવ જોખમમાં મુકતા અનેક બનાવો અગાઉ પણ બની ચુક્યા છે. જો કે આજે ફરી એક કરૂણાતીંકા સર્જાઇ છે. જો કે સદ્દનશીબે મોટી જાનહાની ટળી હતી પરંતુ એક મહિલાનુ ધટનામાં મોત થયુ છે. બેલાબેન ગીરીશભાઇ ઠક્કર 51 રહેવાસી મણીનગર અમદાવાદ તેમના પરિવાર સાથે માંડવી ફરવા માટે આવ્યા હતા દરમ્યાન બપોરના 12.30 વાગ્યાના અરસામાં તેઓ બોટીંગ માટે બેઠા હતા પરંતુ અકસ્માંત સર્જાતા બોટ દરિયામા ઉંધી વડી હતી અને તેમાં બોટમા સવાર 5 લોકો દરિયામા પડ્યા હતા. જો કે તાત્કાલીક મદદ મળતા તમામ લોકોને બહાર કઢાયા હતા અને પ્રાથમીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે દરિયામાં પડી ગયેલા 51 વર્ષીય મહિલાનુ સારવાર દરમ્યાન મોત થયુ હતુ. અકસ્માત અંગે માંડવી પોલિસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે અવાર-નવાર સુરક્ષાના મુદ્દે માંડવીનાં ચાલતી રાઇડોની ચર્ચા હોય છે થોડા સમય માટે બંધ થાય છે. પરંતુ ફરી શરૂ થઇ જાય છે. ત્યારે અકસ્માતમાં વધુ એક બનાવ પછી તંત્ર કડક તપાસ સાથે જરૂરી સુચનો કરે