Home Current કચ્છમાં પવનચક્કી પક્ષીઓ પછી પશુઓ માટે પણ મુશ્કેલી સર્જશે! આપતીમાં ઉપયોગી ધાસ...

કચ્છમાં પવનચક્કી પક્ષીઓ પછી પશુઓ માટે પણ મુશ્કેલી સર્જશે! આપતીમાં ઉપયોગી ધાસ બળીને ખાખ

541
SHARE
સમગ્ર કચ્છના વહીવટી તંત્રને આંખે પાટા બાંધી થઇ રહેલા વિન્ડ એનર્જીનો વિકાસ તો હવે દુર-દુર થી દેખાઇ રહ્યો છે. કેમકે જ્યા જુવો ત્યા પવનચક્કી સિવાય કાઇ દેખાતુ નથી. ખેડુતો, ગ્રામજનોના વિરોધ છંતા પર્યાવરણની એસીતૈસી કરીને પણ ચોક્કસ વિસ્તારમાં પવનચક્કી તો નખાઇ જ છે. જો કે હવે મોરના મોતના ચિંતાજનક રીતે વધેલા કિસ્સા પછી ખુલ્લા વિસ્તારોમાં લાગતી આગ અને તેનાથી બળી જતુ કિમંતી ધાસ નવો ચિંતાનો વિષય છે. કેમકે અછતગ્રસ્ત કચ્છ જીલ્લામાં સારા વરસાદ પછી ધાસનો સારો એવો સંગ્રહ થાય તેવી આશા છે પરંતુ પવનચક્કી અને તેના વિજવાયરોમાં સ્પાર્ક થયા બાદ આગ લાગવાના બનાવો પણ વધ્યા છે. હજુ થોડા દિવસો પહેલા નખત્રાણા તાલુકાના મોરાય ગામની સિમમાં પવનચક્કીથી કિંમતી ધાસનો જથ્થો બળીને ખાખ થયો હતો ત્યા ફરી આજે નખત્રાણાના ખોંભળી ગામના સિમાડામાં આગ લાગવાથી કિંમતી ધાસનો જથ્થો બળી ગયો છે. જો કે વનવિભાગ અને અન્ય તંત્ર મોરના મોતની જેમ આ મામલે પણ ચુપ છે.
ઉપયોગી ધાસનુ નુકશાન કોણ ભરશે?
કચ્છમાં પવનચક્કી આવ્યા બાદ ચોક્કસથી કેટલાક મર્યાદીત લોકોનો વિકાસ થયો છે. કેટલાક કિસ્સામાં ખેડુતોને સારૂ વડતર મળ્યુ છે. પરંતુ મોટાભાગના લોકોની ફરીયાદ છે. કે તંત્ર,પોલિસ વનવિભાગ આવી ફરીયાદો સમયે કા કડક કાર્યવાહી નથી કરતુ અથવા આંખ આડા કાન કરે છે તેવામાં મોરના મોત મામલે તો હજુ સુધી કોઇ ગંભીર પગલા જવાબદાર કંપની સામે લેવાયા નથી. પરંતુ કચ્છની પરિસ્થિતી મુજબ ધાસનો જથ્થો પશુપાલકો માટે અછતના સમયમાં આશીર્વાદરૂપ હોય છે તેવામા વધી રહેલા આગના બનાવોમાં એક તરફ મહામુલી ધાસ અને કિંમતી વનસ્પતીનો નાશ થઇ રહ્યો છે. જેથી પશુપાલકો ચિંતીત બન્યા છે તો તપાસ તો ઠીક છે. પરંતુ આકસ્મિક બનાવમાં આસપાસના ગામના પશુઓ માટે ઉપયોગી ધાસ બળી જવાના કિસ્સામાં જવાબદાર ઠેરવી કિંમતી ધાસનુ વડતર કોણ ચુકવશે તે સવાલ થાય છે કેમકે અછતની સ્થિતીમાં સરકાર માટે ધાસનો જથ્થો મેળવવો પણ એક મોટો પડકાર હોય છે.
એક તરફ નખત્રાણા,લખપત તાલુકામા પાછલા મહિનાઓમાં એવા ધણા કિસ્સાઓ બન્યા છે. જેમાં પનવચક્કી અને તેના વિજવાયરોમાં સ્પાર્ક થયા બાદ આગ લાગી હોવાની સ્થાનીક લોકોની ફરીયાદ રહી છે. જેમાં પશુઓ માટે કિંમતી ધાસનો જથ્થો અને કિંમતી વનસ્પદાને નુકશાન થયુ હોય પરંતુ એક પણ કિસ્સામાં કાર્યવાહી થઇ હોય તેવુ ધ્યાનમાં આવ્યુ નથી. કચ્છમાં ખડીર વિસ્તારના અભ્યારણ અને કોઠારા વિસ્તારમાં કપાસના ગોડાઉનમાં આગ લાગવાના બનાવો બન્યા હતા તો રાપરના અભ્યારણ વિસ્તારમાં પણ આગ લાગવાના બનાવો ચિંતીત હોવાનુ જાણકારો કહી રહ્યા છે. પરંતુ લખપત,અબડાસામાં જ્યા પાણી-ધાસ માટે પશુઓ વલખા મારતા હોય ત્યા કિંમતી ધાસ બેદરકારીથી બળી જાય તે ભવિષ્યમાં પક્ષીઓ પછી પશુઓ માટે ચિંતા સર્જશે જો કડક પગલા આવા મામલામાં નહી લેવાય તો!