કાયદો વ્યવસ્થાને પડકાર ફેંકતા બનાવોને લઇને પચ્છિમ કચ્છ પોલિસ ચર્ચામાં છે. તેવામાં મુન્દ્રા પોલિસ મથકે શંકાસ્પદ ચોરીમાં પુછપરછ માટે લવાયેલા એક યુવાનને ઢોર મારતા તેના મોત મામલે પોલિસ વધુ ચર્ચામાં આવી છે. એક તરફ જ્યા યોગ્ય કાર્યવાહીની ખાતરી મળતા પરિવારે મૃત્દેહતો સ્વીકારી લીધો છે. પરંતુ હજુ ન્યાયીક તપાસના મામલે પોલિસ સોસીયલ મિડીયામાં ચર્ચાંમાં છે. અને પોલિસની કાર્યવાહી સામે સમાજના આગેવાનો કલાકારો ખુલીને સામે આવ્યા છે. તે વચ્ચે 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા અન્ય બે યુવાનોને વધુ સારવાર માટે જીલ્લા બહાર ખસેડાયા છે. જો કે ધટનામાં પ્રથમ દ્રષ્ટ્રીએ દોષીત એવા મુન્દ્રાથી જે.આઇ.સી બદલાયેલા જે.એ.પઢીયાર તથા જેમની સામે હત્યા સહિતની કલમ તળે ગુન્હો નોંધાયો હતો તેવા શક્તિસિંહ ગોહિલ,જયદેવસિંહ ઝાલા,અને અશોક કનાડને સસ્પેન્ડ કર્યા છે તો હાથમાં દારૂના ગ્લાસ સાથે દેખાયેલા અન્ય બે પોલિસ કર્મચારી પુષ્પરાજસિંહ ચુડાસમાં અને દિગ્વિદયજયસિંહ ગોહિલને પણ જીલ્લા પોલિસવડાએ સસ્પેન્ડ કર્યા છે
6 સસ્પેન્ડ 21 ની બદલી મુન્દ્રામા સૌથી વધુ
કસ્ટોડીય ડેથ મામલે ચર્ચા અને ભીસમાં આવેલી પચ્છિમ કચ્છ જીલ્લા પોલિસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જો કે પી.એમ રીપોર્ટમાં મોતનુ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. પરંતુ પોલિસની પ્રાથમીક તપાસ બાદ જીલ્લા પોલિસવડાએ ખરડાયેલી છાપને સુધારવા માટે કડક પગલા લીધા છે. જેમાં સવારે 6 વ્યક્તિઓને સસ્પેન્ડ કર્યા બાદ સાંજે માનકુવા-મુન્દ્રા-કોઠારા,માંડવી સહિતના પોલિસ મથકોમાં ફરજ બજાવતા 21 લોકોની જાહેરહિતમા આંતરીક બદલીઓ કરી છે. જેમાં સૌથી વધુ 6 મુન્દ્રા પોલિસ મથકના પોલિસ જવાનોને બદલાયા છે.
મુન્દ્રામા બનેલા ચર્ચાસ્પદ બનાવ પછી એક તરફ પોલિસે મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. અને તે વચ્ચે હજુ તમામ દોષીતો ફરાર છે. જો કે એક પોલિસ કર્મચારી હાજર થયો હોવાની ચર્ચા છે. પરંતુ પોલિસની છાપ ખરડાય નહી તે માટે હવે જીલ્લા પોલિસવડાએ મહત્વના પોલિસ મથકોના મહત્વના કર્મચારીઓની બદલીઓ કરી છે. જે કદાચ આગામી દિવસોમા પણ જારી રહે તેવી પુરી શક્યતા છે