માંડવી હિન્દુ યુવા સંગઠનની ઓફીસ બહાર હલ્લો કરવા સહિત અનેક વિવાદીત કારસ્તાનમાં જેનુ નામ ચર્ચામાં રહ્યુ છે. તેવા કાદરશાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ એ ધરપકડ કરી છે. અગાઉ થોડા સમય પહેલા મુન્દ્રામાંથી ઝડપાયેલ ડીઝલ ચોરીના કારસ્તાન સહિત માદક પ્રદાર્થના વહેચાણમાં કાદરશા મામદશા સૈયદનુ નામ ખુલ્યુ હતુ પરંતુ તે ફરાર થઇ ગયો હતો જો કે તાજેતરમાંજ મુન્દ્રાના સાડાઉ ગામેથી નિકળેલી ધાર્મીક યાત્રા દરમ્યાન થયેલા બબાલમાં ફરી તેનુ નામ ખુલ્યુ હતુ અને કાદરશા સહિત તેના સાગરીતો સામે મુન્દ્રા મરીન પોલિસ મથકે રાયોટીંગનો ગુન્હો નોંધાયો હતો. આજે લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેને ધબ્ર ગામના કાચા રસ્તા તરફ અધાભા તુર્કની ઓફીસેથી ઝડપી પાડ્યો છે. કાદરશા સામે અનેક ગુન્હાઓ નોંધાયા છે. પરંતુ પાછલા બે મામલામાં તે ફરાર હતો જેને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે