Home Social 47 મોત પછી રાષ્ટ્રીય પક્ષી મોરની ચિંતા તંત્રએ કરી રોહામાં 2 કિ.મી...

47 મોત પછી રાષ્ટ્રીય પક્ષી મોરની ચિંતા તંત્રએ કરી રોહામાં 2 કિ.મી ત્રીજીયામાં પવનચક્કી-વિજલાઇન નહી

496
SHARE
કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં પાછલા બે વર્ષમાં મોરના મોતની સંખ્યા ખુબ વધી છે. અને અલગ-અલગ વિસ્તારોમાં પાછલા થોડા દિવસમાં તો જાણે વિજલાઇન મોર માટે મોત સમાન હોય તેમ મોરના મોતના કિસ્સાઓ ખુબ વધ્યા છે. જો કે તેમાં પણ જવાબદારો સામે કાર્યવાહીમાં જાણે તંત્ર આંખ આડા કાન કરતુ હોય તેવી ફરીયાદો વારંવાર ઉઠી રહી હતી. જો કે હવે 44 મોરના મોત પછી તંત્રએ રાષ્ટ્રીય પક્ષીની ચિંતા કરી છે. અને રોહા-સુમરી વિસ્તારમાં કે જ્યા મોરની સંખ્યા વિશેષ છે. ત્યા બે કિ.મી ત્રીજીયામાં સર્વે કર્યા બાદ તંત્રએ આ વિસ્તારમાં આવા કોઇ પણ કામોને મંજુરી નહી આપવાનો હુકમ કચ્છ કલેકટર કર્યો છે. ભવિષ્યમાં સરકારી વિજલાઇન નાંખવા સદંર્ભે પણ ખાસ તપાસ કરી મંજુરી આપવા જણાવાયુ છે. પર્યાવરણ વિદ્દોએ આ અંગે લાંબી લડત કરી હતી જે બાદ કલકટરે આ હુકમ કર્યો છે
2 વર્ષમાં 47 મોરના મોત!
પાછલા બે વર્ષમાં સામે આવેલી આંકડાકીય માહિતી મુજબ પચ્છિમ કચ્છમાં 47 મોરના મોત થયા છે. જેમાંથી 80ટકા મોરના મોત વિન્ડ કંપનીની વિજલાઇન અથવા ટ્રાન્સફોર્મરમાં વિજશોક લાગવાથી થયા છે. જેમાં મોટાભાગના કિસ્સામાં હજુ કાર્યવાહી થઇ નથી. પરંતુ ચોક્કસ વિસ્તારમાં મોરની વિશેષ સંખ્યા હોવાથી આ વિસ્તારમાં વિન્ડ એનર્જી કંપનીની લાઇન ન જાય તે માટે જાગૃત લોકોએ લડત કરી હતી. અને ભુજના પર્યાવરણ વિદ્દએ આ મુદ્દે તંત્રને ટકોર કરી હતી. જેને ધ્યાને લઇ જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક સમિતીએ તપાસ કરી હતી અને સર્વે બાદ તંત્રએ એ કિ.મી ત્રીજીયામાં 8 જેટલી કંપનીઓને જમીન ન ખરીદવા જણાવાયુ છે. સાથે જે લાઇનો પસાર થાય છે અથવા ટ્રાન્સમીશન છે ત્યા સારી ગુણવત્તાના રીફલેક્ટર અને બર્ડ-ગાર્ડ લગાવવા પણ તાકીદ કરાઇ છે. જો કે સતત વધી રહેલા મોતના મામલામાં પણ તંત્ર કડક કાર્યવાહી કરી અને ભવિષ્યને ધ્યાને લઇ તંત્ર હજુ આવા વિસ્તારોમાં આવી કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે.
રાષ્ટ્રીય પક્ષી મોરના સતત વધી રહેલા મોતથી કચ્છમાં ચિંતા ફેલાઇ હતી અને ચુંટાયેલા પ્રતિનીધીઓ પણ પાછળથી આ મામલે મૌન થઇ ગયા હતા. પરંતુ રોહ-સુમરી વિસ્તારમાં જાગૃતોની લડત રંગ લાવી છે. અને તંત્રએ શરમ છોડી કાર્યવાહી કરે છે. ત્યારે તંત્ર હવે મોત મામલે ગંભીર બની તપાસ કરે સાથે પર્યાવરણને નુકશાન અને પક્ષીઓના મોતની સંભાવના વધુ છે. તેવા વિસ્તારોમાં આવી કડક કાર્યવાહી માટે આગળ આવે તે ઇચ્છનીય છે.સામે અગાઉ થયેલા મોત મામલે પણ તંત્ર કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.