Home Social મુન્દ્રા કસ્ટડીયલ મોત મામલે અંતે પરિવારે લાશ સ્વીકારી! પોલિસની યોગ્ય કાર્યવાહીની ખાતરી

મુન્દ્રા કસ્ટડીયલ મોત મામલે અંતે પરિવારે લાશ સ્વીકારી! પોલિસની યોગ્ય કાર્યવાહીની ખાતરી

1666
SHARE
મુન્દ્રા તાલુકાના સામાધોધા ગામના 3 યુવાનોની શંકાસ્પદ ચોરીમાં સંડોવણી અંગે પુછપરછ અને ત્યાર બાદ સર્જાયેલા ધટનાક્રમ પછી પોલિસે 3 કોન્સ્ટેબલ સામે 302 સહિતની કલમો તળે ફરીયાદ તો નોંધી છે. પરંતુ પોલિસ મથકના જવાબદાર અધિકારી સામે ફરીયાદ અને જે 3 લોકો સામે ફરીયાદ કરાઇ છે. તેની ધરપકડ તાત્કાલીક કરવામાં આવે તેવી માંગ સાથે આજે પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. ગઇકાલે મોડી રાત્રે જામનગર થી મૃત્ક અરજણ ગઢવીનો મૃત્દેહ પી.એમથી આવ્યા બાદ પરિવારે આજે સમાજ સાથે બેઠક બાદ એવો નિર્ણય કર્યો હતો અને જ્યા સુધી મૃત્ક યુવકની હત્યામા સામેલ પોલિસ કર્મચારીઓ વિરૂધ્ધ કાર્યવાહી સાથે ધરપકડ ન થાય અને અન્ય ઉચ્ચ થાના અધિકારીઓની સામેલગીરી અંગે તપાસ બાદ તેમની સામે કાર્યવાહી ન થાય ત્યા સુધી લાશ નહી સ્વીકારાય જો કે આજે પોલિસની ઉચ્ચ અધિકારી ધટના સ્થળે પહોચ્યા હતા. અને સમાજને યોગ્ય કરવાની ખાતરી આપતા પરિવારે લાશ સ્વીકારી લીધી છે ગઢવી ચારણ સમાજના પ્રમુખ અને અન્ય આગેવાનોએ સમાજ વતી લોકોને અપિલ કરી છે. અને તમામ લોકોને સામાધોધા ખાતે અંતિમવીધીમાં જોડાવા કહ્યુ હતુ. મુન્દ્રા પહોચેલા પચ્છિમ કચ્છ જીલ્લા પોલિસવડા સૌરભસિંગે જણાવ્યુ હતુ કે યોગ્ય કાર્યવાહી સાથે તમામ દોષીત લોકો સામે ન્યાયીતક તપાસ થશે અને હાલ પરિવારે લાશ સ્વીકારી લીધી છે. જેની સાંજે 6 વાગ્યે અંતિમવીધી કરાશે