ભુજ માટે તમને લાગણી હોયતો એકવાર જરૂર વાંચો એવા પેમ્પલેટ સાથે આમ આદમીના કાર્યકરો ભુજ શહેરના મહોલ્લે મહોલ્લે ઘૂમી રહ્યા છે અને ભુજ સુધરાઈ તેમજ ભુજ શહેરની સુવિધાઓનો દાખલા સાથે હિસાબ આપી રહ્યા છે ….બદલશે ભુજ અને બદલાશે ગુજરાતના અભિગમ સાથે સ્વચ્છ રાજકારણ આપવાનો કોલ આપીને લોકોનો સહયોગ અને અભિપ્રાય માંગી રહ્યા છે ત્યારે લોકો પણ આ કાર્યકરોનો જુસ્સો બુલંદ કરી રહ્યા છે એવો વિશ્વાસ “આપ”દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે
શું છે આમ આદમી પાર્ટીની રણનીતિ? ભુજવાસીઓનો કેવો છે પ્રતિસાદ?
આમ આદમી પાર્ટીના કચ્છના પાયાના પથ્થર અને સામાજિક અગ્રણી ડો. નેહલ વૈદ્યં અને જિલ્લા પ્રમુખ દતેશ ભાવસારે વિગત આપતા જણાવ્યું હતું કે આગામી ભુજ સુધરાઈની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાવશે માટે ભુજ શહેર પ્રમુખ વનરાજ સિંહ વાઘેલાના આયોજન મુજબ ભુજના દરેક વોર્ડમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે આજે ભુજના વોર્ડ નંબર 3 અને 4 માં લોકો ના ઘરે ઘરે જઈ મહાત્મા ગાંધીના સ્વારાજ્યના સપનાને કઈ રીતે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સાકાર કર્યો છે અને દિલ્હીમાં થયેલા કામોની વાત કરી એજ કામો ભુજમાં પણ સારા લોકો ચૂંટાય તો થઈ શકે એવી સમજ આપી હતી સાથે સાથે સારા લોકો સક્રિય રાજકારણમાં આવે તો રાજકારણને પણ સુધારી શકાય એવું જણાવીને ભુજ સુધરાઈના કામો અને શહેરની સુવિધાઓ સામે સવાલો પણ કરાયા હતા જેમાં ભુજ નગર પાલિકાના રૂપિયા 122.19 કરોડના બજેટ સામે સવાલો કરીને મહત્વના કેટલાક સવાલો લોકોને પુછાયા હતા…શું તમે ભુજની પાણી વ્યવસ્થાથી ખુશ છો?…ગટર,કચરાની વ્યવસ્થા સાથે રોડ રસ્તાની સુવિધાઓ વિષે પણ લોકોના અભિપ્રાયો લઈને લોકોને “આપ” ને સમર્થન આપવા અપીલ કરાઈ હતી.
જોકે ભુજ શહેરના બુદ્ધિજીવીઓ અને આમ નાગરિકો પણ જાણે આમ આદમીને સમર્થન આપતા હોય તેમ ડો.નેહલ વૈદ્યં જેવા સ્વચ્છ પ્રતિભાશાળી અને ભુજ માટે સતત ચિંતા સેવતા વ્યક્તિની ધગશ અને તેઓ પગપાળા શેરીઓ અને ઇમારતોમાં ફરતા જોઈને ભુજની વર્તમાન સ્થિતિ અને સુવિધાઓ સામે બળાપો પણ વ્યક્ત કરીને “સાહેબ હવે જરૂર છે” એવા સૂચક શબ્દો સાથે જાણે સમર્થન આપતા હોય તેવો પ્રિતસાદ પણ આપતા નજરે પડતા હતા
આમ આદમી પાર્ટીની વિચાર ધારા લોકો સુધી પહોંચાડવા પાર્ટીના હોદેદારો સાથે રોહિત ગોર, ચિંતન ઠકકર , લાલજી ઠાકોર, રાજ ચંદે , મુન્ના ભાઈ, રફીક ભાઈ, રાજેશ પીન્ડોરિયા સહિત દરરોજ 20 થી 25 કાર્યકરો જોડાઈને પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે અને સારા લોકોને ચૂંટણી લડવા આમંત્રિત પણ કરી રહ્યા છે સ્વચ્છ પ્રતિભા અને ભુજ માટે કંઈક કરી છૂટવા માટે કટ્ટીબદ્ધ હોય તેવા લોકોને પાર્ટીનો સંપર્ક કરવા પણ આહવાન કરાયું છે લાગે છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં “આપ” આમ આદમી માટે ચોક્કસ વિકલ્પ બની રહેશે.