ગાંધીધામના કીડાણા ગામે સર્જાયેલા હુલ્લડ પછી પોલિસ કાર્યવાહીથી હિન્દુ-મુસ્લિમ બન્ને સમાજના લોકોમાં પોલિસ કાર્યવાહી સામે નારાજગી છે. ગઇકાલે જ્યા વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યક્રરોની અટકાયત પછી યોજાયેલી બેઠકમા આજે ગાંધીધામ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો જેને મિશ્ર પ્રતિસાધ મળ્યો હતો. જો કે ગાંધીધામની મુખ્ય બજાર સજ્જડ બંધ રહી હતી તો ગામડાઓમાં પણ બંધની અસર જોવા મળી હતી. જો કે શાંતિપુર્ણ રીતે સ્વૈચ્છાએ લોકો જોડાયા હતા. જો કે પોલિસે પણ ચીમકી ઉચ્ચારી હતી. કે જો કાયદો હાથમાં લઇ દુકાનો બંધ કરાવાશે તો પોલિસ કાર્યવાહી કરશે અને તેથીજ પોલિસનો સવારથી વિવિધ વિસ્તારોમાં ચુંસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. હિન્દુ સંગઠનોની માંગ છે. કે પોલિસે નિર્દોષ લોકો સામે કરેલી કાર્યવાહી માટે ખાતરી આપ્યા બાદ લોકોને મુક્ત કર્યા નથી જેથી વિરોધ છે. અને હજુ પણ કાર્યવાહી યથાવત રહેશે તો સમગ્ર કચ્છને બંધ કરવાનુ એલાન કરાશે જે અંતર્ગત આજે ગાંધીધામ બંધનુ એલાન અપાયુ હતુ જે પોલિસ બંદોબસ્ત વચ્ચે સફળ રહ્યુ હતુ. જો કે હિન્દુ સમાજની સાથે હવે મુસ્લિમ સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે. પોલિસે કરેલી કાર્યવાહી સામે પહેલા ગાંધીનગર સુધી રજુઆત માટેની ચિમકી ઉચ્ચારાયા બાદ આજે ગાંધીધામના મુસ્લિમ અગ્રણી અને કોગ્રેસના કાર્યક્રર હાજી જુમ્મા રાયમાએ પણ એક પ્રેસયાદી જાહેર કરી હતી અને તેમાં કેટલાક નિર્દોષ મુસ્લિમો પર થયેલી કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. જેમાં બે અંધ વ્યક્તિ અને મસ્જિદના મૌલાના સામે થયેલી કાર્યવાહી ખોટી કરાઇ હોવાની ફરીયાદ કરાઇ છે. આમ કચ્છમાં કીડાણા ગામે શાંતિપુર્ણ માહોલ વચ્ચે પોલિસે મોરચો સંભાળ્યા પછી હવે બન્ને સમાજના વિરોધને ખાળવાનો પોલિસ માટે હજુ પડકાર છે.