Home Crime કચ્છ ક્રાઇમ ડાયરી

કચ્છ ક્રાઇમ ડાયરી

835
SHARE

વાહનચોરીના ગુન્હામાં ફરાર શખ્સને અંજાર પોલિસે ઝડપ્યો 

અંજાર પોલિસે 2017માં અંજાર પોલિસ મથકના વાહન ચોરીના બે ગુન્હામાં ફરાર શખ્સને પકડી પાડ્યો આલમશા ઉર્ફે ગઢ્ઢો હુસેનશા શેખને ઝડપી પાડ્યો છે. છેલ્લા 1 વર્ષથી તે વાહનચોરીના બે ગુન્હામાં ફરાર હતો.

અંજાર પોલિસે બેટરી ચોરતી ટોળકીના 3 શખ્સો ઝડપ્યા 

અંજારના મહાદેવ નગર નજીક બે દિવસ પહેલા રાત્રે ટાવરમાંથી બેટરી ચોરવાના ગુન્હામાં તપાસ કરી રહેલી અંજાર પોલિસે 3 શખ્સોને દબોચ્યા છે. અલીશા જુસબશા સેખ રહિમશા જુસબશા શેખ અને ઇમામશા આમદશા શેખને અંજાર પોલિસે 5 ચોરાઉ બેટરી સાથે ઝડપ્યા છે. પોલિસે કરેલી પ્રાથમીક તપાસમાં 9થી10 સ્થળોએ આ શખ્સોએ બેટરી ચોરી કરી હોવાની કબુલાત કરી છે.

મુન્દ્રાના ગેલડામાં થયેલી મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો

મુન્દ્રા તાલુકાના ગેલડા ગામે વાંકોલ મંદિરમાં 3 દિવસ પહેલા થયેલી ચોરીનો ભેદ મુન્દ્રા પોલિસે ઉકેલી નાંખ્યો છે. 3 દિવસ પહેલા થયેલી ચોરીમાં ગામનાજ એક આધેડ હેમુભા અજુભા સોઢાની સંડોવણી ખુલી છે. સોનાના છત્તર,રોકડ રકમ સહિત ચોરીમાં ગયેલ તમામ 12,240 રૂપીયાનો મુદ્દામાલ પોલિસે કબ્જો કર્યો છે.

અંજારના ખેડોઇ નજીક માન કંપનીમાં આગ લાગતા ત્રણ કામદારો દાજ્યા 

3 દિવસ પહેલા સ્ક્રેપ યાર્ડમાં અને હવે અંજારના ખેડોઇ નજીક આવેલી માન કંપનીના જીનીંગ યુનીટમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. જેમાં 3 કામદારો દાઝ્યા હતા. રાણાભાઇ રબારી,નવીન જગન્નાથ કુમાર,નંદ દિનાનાથસિંગને ઇઝા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અંજાર પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મુન્દ્રા-અંજાર હાઇવે પર ટ્રક ભડભડ સળગી ડ્રાઇવરનો આબાદ બચાવ 

આજે બપોરે અંજાર મુ્ન્દ્રા હાઇવે પર એક ટ્રેલરમાં અચાનક આગ લાગી હતી. જેને લઇને હાઇવે પર અનેક વાહનો થંભી ગયા હતા. જો કે ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી અને ચાલુ ટ્રકે આગ લાગ્યા બાદ ડ્રાઇવર તેમાંથી આબાદ બચી ગયો હતો. આગને પગલે સંપુર્ણ કન્ટેનર ટ્રેલર સળગીને રાખ થઇ ગયુ હતુ. બનાવને પગલે હાઇવે પર આગનીઘટનાજોવા અનેક લોકોએ પોતાના વાહનોના પૈડા થંભાવી દીધા હતા