ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલા ધ્રોબાણા ગામના 3 કિશોરો રમત-રમતા મૃત્યુ પામ્યા છે. ગઇકાલે સાંજે ધ્રોબાણા ગામમાં આવેલી હુસૈનીવાંઢ નજીક રેતીના પટમાં કૌટુબીંક 3 ભાઇઓ નિત્યક્રમ મુજબ રમવા માટે ગયા હતા. સાંજે 7 વાગ્યાની આસપાસ 3 કિશોરો ગયા બાદ કલાકો સુધી પરત ન ફરતા પરિવારે અને અન્ય ગ્રામજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી પરંતુ બાળકો મળ્યા ન હતા. જો કે લાંબી શોધખોળ પછી નદીના પટમાં કિશોરોના ચપ્પલ દેખાયા હતા. જેના આધારે તપાસ કરતા એક ખાડામાંથી ત્રણે કિશોરોના મૃત્દેહ મળી આવ્યા હતા. ખાવડા પોલિસે કરેલી પ્રાથમીક તપાસ મુજબ કિશોરો નિયમીત રીતે નદીના પટમાં રમવા જાય છે. અને પરત આવી જાય છે. જો કે નદીના પટમાં રમતા બાળકોએ રમવા માટે કોતરેલા ખાડામાં કિશોરો રમી રહ્યા હતા ત્યારે તેના પર ભેખડ ધસી પડી હતી અને બહાર નિકળવાના પ્રયત્નો નિષ્ફળ રહેતા કિશોરોના મોત નીપજ્યા હતા. મુનીર કાદર સમા ઉં.13,કલીમઉલ્લા ભીલાલ સમા ઉં.16 તથા રજાઉલ્લા રસીદ્દ સમા ઉં.14 ના ધટનામાં મૃત્યુ નીપજ્યા છે. નાનકડા એવા ગામમાં 3 કૌટુબિક ભાઇઓના મોતથી માતમ છવાયો છે. પોલિસે પી.એમ. સહિતની કાર્યવાહી કરી મૃત્દેહ પરિવારને સોંપ્યા છે. જો કે રાત્રીના અંધકારમાં ગુમ કિશોરોને પરિવારે લાંબો સમય શોધ્યા પરંતુ ચપ્પલના આધારે ત્રણે ગુમ કિશોરનો પત્તો લાગ્યો અને બનાવ પ્રકાશમાં આવ્યો…