પાછલા થોડા દિવસોથી ભુજ પોસ્ટઓફીસની અન્ડરમાં આવતી રાવલવાડી પોસ્ટઓફીસ તથા તેના એક એજન્ટ દ્વારા થયેલા કથીત ગોટાળા અંગે માધ્યોમોમાં વિવિધ અહેવાલો પ્રસિધ્ધ થઇ રહ્યા છે જો કે સમગ્ર મામલામાં કોની સામે તપાસ થઇ રહી છે? શુ તપાસ થઇ રહી છે? અને કઇ રીતે ગેરરીતી આચરાઇ? તેની વિગતો હજુ સુધી સ્પષ્ટ થઇ નથી કે નથી પોસ્ટ વિભાગ આ અંગે કઇ સત્તાવાર રીતે કહેવા તૈયાર ત્યારે પોસ્ટ વિભાગ સાથે સંકડાયેલા ગ્રાહકો અને અન્ય એજન્ટોમાં એક પ્રકારનો ગભરાટ છે. સાથે અનેક સવાલો પણ છે અને ખાતેદારોમાં મુંઝવણ પણ છે કે અમારા ખાતામાં ગેરરીતિ નહીં હોય ને? અહીં ઉદેશ્ય કચેરી કે કચેરી સાથે સંકળાયેલા એજન્ટને બદનામ કરવાનો નથી પરંતુ મોટા સમૂહને સ્પર્શતા આ કિસ્સામાં પોસ્ટ વિભાગે જે હોય તે સ્પષ્ટતા કરવી જોઈએ અને એ હજુ નથી થઈ ન્યુઝ4કચ્છનો આ મામલામાં પોસ્ટ વિભાગ કે તેની સાથે સંકળાયેલા એજન્ટ સામે આક્ષેપ નથી પણ ચર્ચાસ્પદ એવા આ કિસ્સામાં શું ચાલી રહ્યું છે એ જાણવાનો પ્રયાસ વાચકો અને પોસ્ટના ગ્રાહકો સુધી પહોંચાડવાનો છે
જો કે ન્યુઝ4કચ્છ એ આ અંગે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે સામે આવ્યુ કે રાવલવાડી પોસ્ટ ઓફીસ સાથે સંકડાયેલા એક મહિલા એજન્ટ પ્રજ્ઞાબેન સચિનભાઇ ઠક્કર હસ્તકના ગ્રાહકોની વિગતો ચકાચાઇ રહી છે. અને તેમાં બે દિવસમાંજ તપાસ બાદ મામલો સ્પષ્ટ થઇ જશે કે ખરેખર કાંઈ ગોટાળો થયો છે કે નહી? જો કે સત્તાવાર સુત્રોનુ માનીએ તો અત્યાર સુધી આ મામલે 75 ટકા પાસબુક ચેક કરાઇ છે જ્યારે અન્ય બુકો મેળવવા માટે પોસ્ટ વિભાગે પ્રયત્નો શરૂ કર્યા છે.
કોની શું ભૂમિકા એ હવે સ્પષ્ટ થશે
પોસ્ટ વિભાગના અધિકારી દ્વારા તપાસ, વિજીલન્સ તપાસ, 8 કરોડથી વધુ રૂપીયાનો ગોટાળો આવા અનેક સમાચારો અને વાતો હાલ ચર્ચાઇ રહી છે. પરંતુ સંપુર્ણ સત્યની હજુ પોસ્ટ વિભાગ પણ તપાસ કરી રહ્યુ છે. ત્યારે બે દિવસમાં ચિત્ર સ્પષ્ટ થશે તેવુ પોસ્ટ વિભાગના ઉચ્ચ વિભાગના સૂત્રો નામ ન આપવાની શરતે જણાવી રહ્યા છે. જો કે પોસ્ટ વિભાગ અત્યારે આ મામલે કાંઈ પણ કહેવા માટે તૈયાર નથી પરંતુ કઇ મોડસ ઓપરેન્ડીથી આવી ગડબડ થઇ તેની સંપુર્ણ તપાસ ચાલી રહી છે. જેના માટે 700 જેટલી પાસબુકોની ચકાસણી પ્રાથમિક રીતે કરાશે તો જે મહિલા એજન્ટ પ્રજ્ઞાબેન સચિનભાઇ ઠક્કર હસ્તકના ખાતાઓની તપાસ ચાલી રહી છે. તેમાં કંઈ ખોટું થયુ છે કે નહી અથવા તો તેમાં એજન્ટ અથવા તેના નજીકના કોઇ વ્યક્તિની ભૂમિકા છે કે નહી? તેની પણ તપાસ થશે જો કે એજન્ટો માટેની ચોક્કસ ગાઇડલાઇનું પાલન અન્ય એજન્ટો કરે છે કે નહી તેની પણ હવે ચકાસણી શરૂ કરાઇ છે.
લાંબા સમયથી ચર્ચામાં રહેલા પોસ્ટ ઓફીસના કથીત ગોટાળા મામલે હજુ સંપુર્ણ સત્ય શુ છે.તે સામી આવી શક્યુ નથી. તો વવળી જેના પર આક્ષેપોની ચર્ચા છે તેવા સામાજીક આગેવાન અને એજન્ટ દ્વારા કોઇ જાહેર ખુલાસો ગ્રાહકહીતમાં કરાયો નથી કે ન પોસ્ટ વિભાગ દ્વારા કથીત ગોટાળા મામલે વિગતો જાહેર કરાઇ પરંતુ એટલુ નક્કી છે ગુડ ફેક્ટરમાં નાણાની મોટી ઉથલપાછલ થઇ છે જેના હિસાબો લગાવવામાં હાલ તપાસનીશ અધિકારીઓ કામે લાગ્યા છે. જેમાં અડચડો ઘણી છે પરંતુ બે દિવસમાં એજન્ટ કે પછી અંદરનાજ કોઇ વ્યક્તિની ભૂમિકા છે તેનુ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.