Home Crime ચકચારી 8.25 કરોડના પોસ્ટ કૌભાડમાં 3 સસ્પેન્ડ; મુખ્ય સુત્રધાર એજન્ટ પ્રજ્ઞાબેન અને...

ચકચારી 8.25 કરોડના પોસ્ટ કૌભાડમાં 3 સસ્પેન્ડ; મુખ્ય સુત્રધાર એજન્ટ પ્રજ્ઞાબેન અને સચિન ઠક્કર

7766
SHARE
ભુજની રાવલવાડી પોસ્ટ કચેરીમાં સામે આવેલા 8.25 કરોડની આર્થીક કૌભાડ મામલે પોસ્ટ વિભાગે અંતે કાર્યવાહી શરૂ કરી છે. 3 કર્મચારીની સંડોવણી ખુલતા તેને સસ્પેન્ડ કર્યા છે. બેંકના આઇ.ડી પાસવર્ડનો ખોટો ઉપયોગ કરી થયેલી ઉચાપતમાં 3 કર્મચારીને અત્યાર સુધી પોસ્ટ વિભાગે સસ્પેન્ડ કર્યા છે. જો કે હજુ સુધી ઉચાપત થયેલી રકમમાંથી એક પણ રૂપીયાની રીકવરી થઇ નથી. અને હજુ પણ શંકાસ્પદ ખાતાઓની તપાસ પોસ્ટ વિભાગે ચાલુ રાખી છે. જો કે આજે મિડીયા સાથે વાત કરતા પોસ્ટ વિભાગના સુપ્રીટેન્ડન્ટ મહેશ પરમારે જણાવ્યુ હતુ કે કૌભાડની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યુ છે. કે ઉચાપતના મુખ્ય સુત્રધાર એજન્ટ પ્રજ્ઞા ઠક્કર અને તેનો પતિ સચિન ઠક્કર છે. જેની સામે પણ કાર્યવાહી થશે
કૌભાડના મુખ્ય ભેજાબાજ એજન્ટ અને તેના પતિ
અત્યાર સુધી થયેલી તપાસ પછી કૌભાડ કઇ રીતે આચરાયુ તે અંગે પોસ્ટ વિભાગે કોઇ સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરી નથી હા કેટલાક ખાતેદારના પૈસા ગ્રાહકોને આપવાના બદલે પોસ્ટ કર્મચારીઓએ સીધા એજન્ટને આપ્યા છે. અને ત્યાર બાદ તેનો દુર ઉપયોગ કરી પોસ્ટ વિભાગના કર્મચારીઓની મિલીભગતથી આ કૌભાડ આચર્યાનુ અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યુ છે જેની રકમ અત્યાર સુધી 8.25 કરોડ થવા જાય છે. સુપ્રીટેન્ડન્ટ,મહેશ પરમારે આજે જણાવ્યુ હતુ કે કૌભાડના મુખ્ય સુત્રધાર મહિલા એજન્ટ પ્રજ્ઞાબેન અને તેના પતિ સચિન ઠક્કર છે. જેની સામે પુરતા પુરાવા એકત્ર કરાઇ રહ્યા છે. અને જરૂરી કાર્યવાહી તેમની સામે પણ થશે પરંતુ અત્યાર સુધી એકપણ રકમ પરત આવી નથી જે અંગે પણ પોસ્ટ વિભાગ કાર્યવાહી કરી રહ્યુ છે. પરંતુ જે કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા તેની સાથે મળી ઠક્કર દંપતિએ કૌભાડ આચર્યુ છે. તે અત્યાર સુધીની તપાસમાં ખુલવા પામ્યુ છે
ખાતેદારોને જાહેર અપિલ
પોસ્ટ વિભાગે આજ આ મામલે ખાતેદારોને જાહેર અપિલ કરી છે. કે 673 ખાતાની અત્યાર સુધી પોસ્ટ વિભાગે તપાસ કરી છે. તો કુલ 142 ખાતા એવા પણ મળેલા છે.જેની પાસબુક જમા થયેલ નથી. ત્યારે ગ્રાહકો આવી પાસબુક તપાસ માટે આપે જેથી ખાતાની ખરાઇ કરવામાં આવે અને તેની જમા-ઉધારની તપાસણી કરી શકાય ગ્રાહકોને આ બુક જમા કરવાની બદલે રસિદ પણ આપવામા આવશે જો ગ્રાહકો સામે ચાલી એજન્ટ પર ઉચાપત મામલે પાસબુક જમા કરાવવા જણાવશે તો તપાસ સરળ રહેશે તેથી આવા ગ્રાહકો તપાસમા સહકાર માટે આગળ આવે
મહિલા એજન્ટ અને તેના પતિએ પોસ્ટના કર્મચારી સાથે મિલીભીગત કરી આ કૌભાડ આચાર્યાનુ હવે સ્પષ્ટ થઇ ગયુ છે. જેમાં પૈસા રીકવર કરી ત્યાર બાદ પોલિસ કાર્યવાહી પણ પોસ્ટ વિભાગ દ્રારા કરવામા આવશે જો કે તપાસનીશ મુખ્ય અધિકારીએ ખાતેદારોને અપિલ કરી છે. કે પોસ્ટ વિભાગને તપાસમાં સહકાર આપે હજુ 142 એકાઉન્ટની તપાસ થઇ શકી નથી જે તપાસ થાય ત્યાર બાદ પોલિસ કાર્યવાહી માટે પણ પોસ્ટ વિભાગ પુરતા પુરાવા એકત્રીત કરી રહ્યુ છે.