રેતીચોરી,ખનીજ ચોરી એ હવે કચ્છમાં સામાન્ય વાત બની ગઇ છે. ચોક્કસ પચ્છિમ કચ્છ જીલ્લા પોલિસવડાની નિયુક્તિ બાદ તેના પર રોક લગાવવા સતત પોલિસ કાર્યશીલ છે. પરંતુ તેમ છંતા રેતી ચોરી હોય કે ખનીજચોરી તે કરવાના પ્રયત્નો સતત થઇ રહ્યા છે. થોડો સમય પહેલાજ પચ્છિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે માંડવીના પુનડી નજીકથી ગેરકાયેદસર ખનીજ ચોરીનુ કારસ્તાન ઝડપ્યુ હતુ જે મામલે ખાણખનીજ વિભાગ હજુ પણ તપાસ કરી રહ્યુ છે. ત્યા હવે મુન્દ્રાના કાંડાગરા ગામની ભુખી નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ચોરીનુ કારસ્તાન ઝડપી પાડ્યુ છે. પુર્વ બાતમીના આધારે ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં 1 લોડર 1 ડમ્પર સહિત 12.54 લાખના મુદ્દામાલ તથા 17 ટન રેતીનો જથ્થો કબ્જે કર્યો છે. પોલિસે જપ્ત કરેલા બે વાહનોના ચાલક સવરાજ દેસર ગઢવી તથા આલા કરમણ ગઢવી બન્ને રહે મોટા કાંડગારા ની અટકાયત કરી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરેલી પ્રાથમીક પુછપરછમાં ખાણખનીજ વિભાગની કોઇ પુર્વ મંજુરી વગર આ કારસ્તાન ધમધમતુ હોવાનુ સામે આવ્યુ છે. જેથી ખાણખનીજ વિભાગને આ અંગે જાણ કરાઇ છે. જ્યારે વધુ તપાસ માટે મુન્દ્રા પોલિસને મુદ્દામાલ સુપ્રત કરાયો છે