સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં લાંબા સમયથી સત્તાથી દુર અને સત્તત વિધાનસભા ,લોકસભા જેવી ચુંટણીમા મળી રહેલા પરાજય પછી કોગ્રેસના કાર્યક્રરો નિરૂત્સાહ જોવા મળી રહ્યા છે. તેમાંય નબળી નેતાગીરીથી કોગ્રેસને અબડાસા બેઠકમાં મળેલા પરાજય પછી કોગ્રેસમાં નિરૂત્સાહ જોવા મળી રહ્યો હતો જો કે કચ્છ કોગ્રેસમાં જાણે સ્થાનીક સ્વરાજની ચુંટણીએ ફરી નવા પ્રાણ ફુક્યા હોય તેમ મોટી સંખ્યામાં દાવેદારો પંચાયત,પાલિકા જેવી ચુંટણીમાં મેદાને ઉતરવા તૈયાર થયા છે. પચ્છિમ કચ્છના ભુજ,નખત્રાણા,લખપતની બેઠકો માટે જ્યા 600 થી વધુ દાવેદારો સામે આવ્યા હતા. ત્યા મુન્દ્રામાં યોજાયેલ સેન્સ પ્રક્રિયા દરમ્યાન 500 જેટલા દાવેદારો સામે આવ્યા હતા ત્યારે આજે ત્રીજા દિવસે અંજાર-ગાંધીધામમાં 350 જેટલા દાવેદારો ઉમટી પડ્યા હતા. તો રાપર માટે પણ સેન્સ પ્રક્રિયાની ચર્ચા થઇ હતી
કચ્છમાં કોગ્રેસ અભી જીંદા હે
કોગ્રેસમાં આંતરીક જુથ્થવાદ અને ક્યાક આગેવાન થવાની હોડ હમેંશા કોગ્રેસની હારનુ કારણ અને પાર્ટી માટે ચિંતાનો વિષય રહ્યો છે. તાજેતરમાંજ અબડાસા ચુંટણીમાં હાર પછી કોગ્રેસે કેટલાક લોકોને સસ્પેન્ડ કર્યા હતા તો કેટલાકે કાર્યવાહી પહેલા રાજીનામાં ધરી દીધા હતા. તેવામાં વર્તમાન સ્થાનીક ચુંટણીમા કોગ્રેસમાં આંતરીક અસંતોષ સામે આવશે તેવુ નિષ્ણાંતો માની રહ્યા હતા જો કે અત્યાર સુધી ભાજપ જેવો જ ચુંટણીનો ઉત્સાહ કોગ્રેસમા જોવા મળી રહ્યો છે. અને દરેક બેઠકો પર કોગ્રેસમાં ઉમેદવારી માટે મોટી સંખ્યામા દાવેદારો સામે આવી રહ્યા છે. જે દર્શાવે છે. કે કોગ્રેસી કાર્યક્રરોમાં હજુ પણ ઉત્સાહ છે. જો કે ચુંટણી સેન્સ દરમ્યાન જોવા મળતા ચિત્ર કરતા જુદુ ચિત્ર દર વખતે નામો જાહેર થયા બાદ સામે આવે છે અને આંતરીક અસંતોષ સાથે ભાજપ કેટલીક બેઠકો બિનહરીફ કરવામા પણ સફળ રહે છે. ત્યારે કોગ્રેસ માટે આવોજ ઉત્સાહ જાળવો રાખવો એક પડકાર રહેશે કેમકે અનેક આગેવાનો હાલ નિષ્ક્રિય છે
રાજ્યની અન્ય બેઠકો માટે નામો જાહેર થઇ ગયા છે. અને નારાજગી-ખુશીના દ્રશ્ર્યો સાથે ચુંટણીનુ રણશીંગુ ફુકાઇ ગયુ છે. જેમા કચ્છમાં પણ ભાજપ કોગ્રેસ બન્નેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોગ્રેસની સેન્સ પ્રક્રિયામા અત્યાર સુધી 1200 થી વધુ દાવેદારો સામે આવ્યા છે. જેમાંથી ઉમેદવાર પંસદગી માટેનુ મંથન શરૂ થશે જો કે નામ જાહેર કર્યા બાદ આંતરીક અસંતોષને ડામવો કોગ્રેસ માટે એક પડકાર રહેશે જો કે ભુજ,મુન્દ્રા સહિત કોગ્રેસે અનુભવી નેતૃત્વ ને ચુંટણીની ભાગડોર આપી છે તેવામાં સમગ્ર ચુંટણી દરમ્યાન આવો ઉત્સાહ કાર્યક્રરોમાં જળવાશે તેવી આશા પાર્ટીના આગેવાનોને છે