Home Crime ચોર રસ્તો અને ચોર ખાનુ બનાવી જીપમાં દારૂ હેરફેરનો કિમીયો હતો પણ..આડેસર...

ચોર રસ્તો અને ચોર ખાનુ બનાવી જીપમાં દારૂ હેરફેરનો કિમીયો હતો પણ..આડેસર પોલિસે નિષ્ફળ બનાવ્યો

1186
SHARE
કચ્છમાં લાંબા સમયથી દારૂનો મોટો જથ્થો ધુસાડવાના પ્રયત્નો સાથે દારૂની હેરફેરના કિસ્સાઓ વધ્યા છે. ક્યારેક ગેસ ટેન્કરમાં તો ક્યારેક અન્ય સાધનો અને વસ્તુઓની આડમાં દારૂ ધુસાડવાના કિસ્સાઓ પુર્વ કચ્છમાં પાછલા મહિઓઓમા ધણા સામે આવ્યા છે. જો કે આડેસર પોલિસે અલગ પ્રકારના દારૂ ધુસાડવાના કિમીયાને નાકામ બનાવ્યો છે. ગઇકાલે રાત્રે આડેસર પોલિસ પેટ્રોલીંગમમાં હતી ત્યારેજ બાતમી આધારે શંકાસ્પદ લાગતી એક બોલેરો પીકઅપ વાહનને રોકવામાં આવી હતી. અને જેની તપાસ કરતા તેમાંથી ચોર ખાના શોધી પોલિસે 93,000ની કિંમતની 180 બોટલ ઝડપી પાડી હતી. બોલેરોના પાછળના ભાગે તે માટે ખાસ ખાના બનાવાયા હતા. પરંતુ પોલિસની નજરથી તે છુપા ન રહ્યા મોમાયમોરા રણ વિસ્તારની દારૂ હેરફેર માટે પંસદગી કરાઇ હતી. પરંતુ તે કિમીયો નિષ્ફળ ગયો હતો. આડેસર પોલિસે ચેતનસિંહ દેવસિંહ ચૌહાણ,તથા કીરણસિંહ ખીમજી પઢાર રહે બન્ને બનાસકાંઠાની ની ધરપકડ કરી છે. અને મુદ્દામાલ ક્યાથી લાવ્યા અને ક્યા લઇ જવાનો હતો તે બાબતની તપાસ શરૂ કરી છે. પી.એસ.આઇ વાય.કે.ગોહિલ માર્ગદર્શન હેઠળ આડેસર પોલિસ સ્ટાફે આ કાર્યવાહી કરી હતી. જેમાં 2 આરોપી તથા 5.98 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.