અબડાસા ચુંટણીમાં કોગ્રેસની પરંપરાગત બેઠક પર તેને હરાવવામાં મુખ્ય ભુમીકા ભજવનાર હનીફ પઢીયાર રાતોરાત કોગ્રેસના સીનીયર આગેવાન પોસ્ટરોમાં થઇ ગયા છે. સ્થાનીક નળબી નેતાગીરી એ વાત જલદી ભુલી ગયુ હોય તેમ કોગ્રેસે હનીફ પઢીયારના ભાઇનેજ ઉમેદવાર તરીકે પસંદ કર્યો પરંતુ હવે રાતોરાત હનીફ પઢીયાર કોગ્રેસના ચુંટણી પ્રચાર પોસ્ટરોમાં સીનીયર આગેવાન થઇ ગયા છે. અને જીલ્લા પ્રમુખ સાથે ચુંટણી પ્રચારના મંચ પર એક સાથે જોવા મળશે વાત જાણે એમ છે. કે અબડાસા ચુંટણીમાં કોગ્રેસની હાર માટે ભુમીકા ભજવનાર હનીફ જાકબ પઢીયારના ભાઇ અબ્બદુલકરીમ જાકબબાવા પઢીયાર કોગ્રેસે વરાડીયા બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતાર્યા અને આજે બેર ખાતે આયોજીત ચુંટણી પ્રચારના એક કાર્યક્રમમાં જીલ્લા પ્રમુખ અને કોગ્રેસના અન્ય આગેવાનો સાથે હનીફ પઢીયાર પણ કોગ્રેસના સીનીયર આગેવાન થઇ પ્રચારમાં જોડાશે
કોગ્રેસમા જ આંતરીક વિરોધ
કોગ્રેસ ભલે નબળી સ્થાનીક નેતાગીરી છંતા તમામ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવામા તો સફળ રહ્યુ છે. પરંતુ અનેક બેઠકો પર કોગ્રેસના છબરડાઓ સામે આવ્યા છે. તો ચોક્કસ બેઠકો સિવાય જીલ્લા પ્રમુખની નિષ્ક્રિયતાની પણ કોગ્રેસમાં ચર્ચા છે. ત્યારે હનીફ પઢીયારના ભાઇને ટીકીટ આપતા કોગ્રેસના ધણા કાર્યક્રરો નારાજ થયા છે. જો કે એટલેથી વાત અટકી નથી અને 20 તારીખે બેર ખાતે ચુંટણી પ્રચારના એક કાર્યક્રમ માટેના પોસ્ટરો હાલ સોસીયલ મિડીયામાં ફરતા થયા છે. જેમાં પ્રચાર પોસ્ટરમાં કોગ્રેસના સીનીયર આગેવાન તરીકે હનીફ પઢીયારને દર્શાવાયા છે જે કાર્યક્રમમાં જીલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા પણ જોડાશે જો કે સોસીયલ મિડીયામાં કોગ્રેસના આ અભીગમની ભુરપુર ટીકી ખુદ કોગ્રેસના કાર્યક્રરો જ કરી રહ્યા છે
અબડાસા બેઠકની ચુંટણી પછી 1-2 વ્યક્તિઓને સસ્પેન્ડ કર્યા સિવાય કોગ્રેસે કોઇ નક્કર કામગીરી કરી નથી અને તેવામાં હાર માટે જવાબદાર વ્યક્તિના પરિવારને ટીકીટ તો ફાળવી પરંતુ હવે રાતોરાત કોગ્રેસને હરાવવા નિકળેલા હનીફ પઢીયાર કોગ્રેસના પ્રચાર પોસ્ટરમાં સીનીયર કોગ્રેસી આગેવાન થઇ ગયા જે દર્શાવે છે. કે કચ્છમાં કોગ્રેસ કઇ દિશામાં જઇ રહી છે જો કે ધણા કોગ્રેસી આગેવાનોએ આ અંગે પ્રદેશના નેતાઓનુ ધ્યાન દોર્યુ છે