Home Current ક્યાક ‘વિરોધ’માં ક્યાક ‘સન્માન’માં માંડવી શહેર-દહિંસરા ગામે પાડ્યો સજ્જડ બંધ!

ક્યાક ‘વિરોધ’માં ક્યાક ‘સન્માન’માં માંડવી શહેર-દહિંસરા ગામે પાડ્યો સજ્જડ બંધ!

723
SHARE
પચ્છિમ કચ્છમાં પાછલા દિવસોમાં ઉપરા-ઉપરી અનેક ગુન્હાઓ પોલિસની છબી ખરડવા સાથે પોલિસની સક્રિયતા સામે અનેક સવાલો ઉભા કરી રહી છે. પહેલા મુન્દ્રા પોલિસ મથકે બે યુવાનોના મોતનો મામલો હોય કે પછી માંડવી મરીન પોલિસ મથકે કોન્સ્ટેબલ દ્રારા દમન ગુજરાવાનો હોય જો કે તે વચ્ચે પાછલા થોડા દિવસોથી ભુજ તાલુકાના દહિસરા ગામે અસામાજીક તત્વોના ત્રાસ વધી રહ્યો છે. એકાદ દિવસ પહેલા પણ ગામના કેટલાક પ્રતિષ્ઠીત વ્યક્તિઓ પર ખોટી ફરીયાદો કરવામા આવી હોવાનો સમાજનો આક્ષેપ છે. તેવામાં ગામના પ્રતિષ્ઠીત અને નિર્દોષ વ્યકતિઓ પર થતી ફરીયાદ મામલે ન્યાયીક તપાસ થાય તેવી માંગણીઓ સાથે આજે દહિસરા ગામ સજ્જડ બંધ રહ્યુ હતુ. જેમા એટ્રોસીટી એક્ટ હેઠળ ગામના આગેવાનો સામે થયેલી ફરીયાદમાં ક્યાક ખોટી રીતે કાયદાનો દુર ઉપયોગ થયો હોય તેવુ ગામના આગેવાનો માની રહ્યા છે. જેને લઇ આજે ગામે સજ્જડ બંધ પાડ્યો હતો.
માંડવી શહેરે બપોર બાદ સન્માનમાં બંધ પાડ્યો
એક તરફ જ્યા દહિસરા ગામે આજે વિરોધમાં સજ્જડ બંધ પાડ્યો હતો. ત્યા બીજી તરફ આજે માંડવી શહેરે બપોર બાદ બંધ પાડી મુળ માંડવીના કનકશેઠને અંજલી અર્પી હતી. માંડવી શહેરના તમામ વેપારીઓએ આજે બપોર બાદ બંધ પાડ્યો હતો. તો માંડવી કોર્ટમાં પણ ઠરાવ કરી કામકાજ બંધ રખાયુ હતુ. માંડવીની મુખ્ય બજારો બપોર બાદ સંપુર્ણ બંધ રહી હતી. કચ્છના દાતા અને વર્ષોથી ઓમાન સ્થાયી થયેલા કનકસેઠે પોતાના માદરે વતન માટે ધણા સેવાકીય કાર્યો કર્યા હતા ત્યારે તેમનુ ગઇકાલે નિધન થયા બાદ આજે માંડવીમાં તેમને અંજલી અપાઇ હતી.