
હાલ રાજ્યમાં ચુંટણી નો માહોલ ચાલી રહ્યો છે ત્યારે નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી ને અનુલક્ષીને પુર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બોર્ડર રેન્જના આઇજીપી જે. આર. મોથાલીયા ની સુચના થી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડા મયુર પાટીલ ના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ અંજાર ભચાઉ ડીવીઝન હેઠળ ના પોલીસ મથકમાં ચૂંટણી ને અનુલક્ષીને કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં લાયસન્સ ધરાવતા કુલ 726 હથિયારો જમા કરવામાં આવ્યા છે નાસતા ફરતા કુલ 541 માંથી 72 ને પકડી પાડવામાં આવ્યા છે બિન જામીનપાત્ર 668 વોરંટ ની બજવણી કરવા મા આવી છે ચુંટણી દરમિયાન કોઈ ખલેલ ના થાય તે માટે 3648 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. પાસા મા 16 અને 10 નેતડીપાર કરવામાં આવ્યા છે તો અન્ય જુદી જુદી કલમો હેઠળ 3622 સામે પગલાં અત્યાર સુધી લેવામા આવ્યા છે. મુખ્ય ચેક પોસ્ટ આડેસર અને સુરજબારી ઉપરાંત અગિયાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે જેમાં કુલ 10130 વાહનો નું ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં 10 વાહનો મા વાંધાજનક વસ્તુઓ મળી આવતા કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે જિલ્લામાં હિસ્ટ્રીસિટરો અને એમસીઆર ની ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ચુંટણી દરમિયાન વિદેશી દારૂ અને દેશીદારૂ ની રેલમછેલ ન થાય તે માટે 151 બુટલેગરો પર દરોડોની કામગીરી કરાઇ છે. અને 3 જુગારીઓ પર રેડ કરવામાં આવી છે જેમાં વિદેશી દારૂ 36.32.770/= દેશીદારૂ 28320/= મળી ને વાહનો અને સરસામાન સહિત કુલ 66.98.290/= નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો આમ પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં ચુંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ અંજાર ડીવાયએસપી વાધેલા ગાંધીધામ ડીવાયએસપી વી. આર. પટેલ. ભચાઉ ડીવાયએસપી કે. જી. ઝાલા. એલસીબી ના પી. આઇ. એસ. એસ. દેસાઈ પીએસઆઇ બી. જે. જોષી એસઓજી પી. આઇ. વી. પી. જાડેજા પીએસઆઈ એન. કે. ચૌધરી સહિત તમામ પોલીસ મથકોના અધિકારીઓ એ કામગીરી હાથ ધરી છે જેથી ચુંટણી શાંતિપુર્વ રીતે યોજાય