Home Current જે સંગઠન રચના માટે કચ્છ ભાજપમાં મોટો વિખવાદ થયો; તેમાં સત્તા માટે...

જે સંગઠન રચના માટે કચ્છ ભાજપમાં મોટો વિખવાદ થયો; તેમાં સત્તા માટે 44 એ રાજીનામા આપ્યા;

1923
SHARE
સંગઠન બેઝ ગણાતી પાર્ટી ભાજપમા થોડા સમય પહેલા જ નવા સંગઠનની રચના સમયે ખુબ વિખવાદ થયો હતો અને આંતરીક જુથ્થવાદને કારણે ધણા વિસ્તારોમાં સંગઠનની નવી રચના અટકાવી દેવી પડી હતી. જો કે સી.આર.પાટીલે પ્રદેશ ભાજપનુ સુકાન સંભાળતાજ નવી રચનાનુ કાર્ય કચ્છમાં એકતરફી શક્ય બન્યુ હતુ. અને જીલ્લા ભાજપની પ્રમુખની ઇચ્છા મુજબનુ સંગઠન કચ્છમાં રચાયુ હતુ. જો કે ચુંટણી આવતાજ સત્તા માટે સંગઠનના 44 લોકોને રાજીનામાં આપવા પડ્યા છે. સ્થાનીક સ્વરાજની ચુંટણી માટેના નામો જાહેર થયા બાદ પ્રદેશ પ્રમુખે સ્પષ્ટ નિર્દેષ આપ્યા હતા કે જેમને ચુંટણી લડવી હોય તેઓ બે હોદ્દા પર નહી રહી શકે અને તેમને રાજીનામા આપવા પડશે ત્યારે કચ્છમાંથી ચુંટણી લડતા 44 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. જેમાં સૌથી વધુ ગાંધીધામ વિસ્તારમાંથી પડ્યા હતા જો કે તેમના સ્થાને હવે નવા લોકોને તક મળે તેવી પુરી શક્યતા છે. જો કે જે સંગઠનની રચના માટે ભાજપમા ભારે વિખવાદ થયો તેને ફરી સત્તા મેળવવા માટે ત્યાગનાર જવાબદારોની ફરી રચના કરવી પડશે જેને ભાજપના પાયાના કાર્યક્રરો આવકારી રહ્યા છે. કેમકે અત્યાર સુધી ધણા કિસ્સામાં એક વ્યક્તિ અનેક હોદ્દા ધરાવતો હોવાનુ ભાજપમાં દેખાતુ હતુ.
જાણો કચ્છના ક્યા વિસ્તારમાંથી કોને રાજીનામુ આપ્યુ.