Home Crime ચુંટણી પહેલા કચ્છમાં બુટલેગરો પર પોલિસની તવાઇ પુર્વમાં લાખોનો દારૂ ઝડપાયો પચ્છિમમાં...

ચુંટણી પહેલા કચ્છમાં બુટલેગરો પર પોલિસની તવાઇ પુર્વમાં લાખોનો દારૂ ઝડપાયો પચ્છિમમાં 3 સામે પાસા;

839
SHARE
ગુજરાતની સાથે કચ્છમાં પણ ગઇકાલે સ્થાનીક સ્વરાજની પંચાયત-પાલિકાની ચુંટણી માટે મતદાન થવાનુ છે. પરંતુ તે પુર્વે શાંતિપુર્ણ મતદાન પ્રક્રિયા પુર્ણ કરવા ચુંસ્ત પોલિસ બંદોબસ્ત સાથે પોલિસે બુટલેગરો પર તવાઇ બોલાવી છે. આમતો ચુંટણી જાહેર થયા બાદ પુર્વ અને પચ્છિમ કચ્છ પોલિસ વિભાગે અનેક લોકોને તડીપાર કરવા સાથે વાહન ચેકીંગ પણ વધાર્યુ છે. ત્યારે મતદાનના ગણતરીના કલાકો પહેલા પુર્વ કચ્છ પોલિસે લાખો રૂપીયાનો દારૂનો જથ્થો પકડ્યા છે. તો બીજી તરફ પચ્છિમ કચ્છ પોલિસ વિભાગે લીસ્ટેડ 3 બુટલેગરો સામે પાસા તળે કાર્યવાહી કરી છે. આજે પચ્છિમ કચ્છ જીલ્લા પોલિસવડાએ ચુંટણી વ્યવસ્થામાં પોલિસની ભુમીકા અંગે માહિતી આપી હતી. અને તમામ મથકો પર પુરતા સ્ટાફ સાથે સંવેદનશીલ મતદાન મથકો પર પોલિસની બાજ નઝર રહેશે તેમ જણાવી શાંતુપુર્ણ મતદાન માટે પોલિસ વિભાગ સંપુર્ણ તૈયાર હોવાનુ જણાવ્યુ હતુ.
35.82 લાખનો દારૂ 6 ની શોધખોળ
લોકલ ક્રાઇમ બ્રાન્ચે મતદાનના બે દિવસ પહેલા ચોક્કસ બાતમીને આધારે અંજારના ભીમાસર નજીક આવેલા એક ખેતરમાં દરોડો પાડ્યો હતો. જેમાં 35.82 લાખનો વિવિધ બ્રાન્ડનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો સાથે માદેવા ધના ડાંગર તથા કરન તુલેશ્ર્વર ઇન્ટીની ધરપકડ કરી છે. અને તેમની પાસેથી 59.24 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે. જ્યારે માલ મંગાવનાર મોકલનાર સહિત 6 લોકોની શોધખોળ શરૂ કરી છે. તો બીજી તરફ પચ્છિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આજે 3 લીસ્ટેડ બુટલેગરો સામે પાસા કાર્યવાહી કરી છે. જેમાં મુન્દ્રાના મનિષ નારાણ આહિર,શીવુભા ધીરૂભા સોઢા રહે કાંડાગરા તથા ભગીરથસિંહ કુલદીપસિંહ ઝાલા જુના રાવલવાડી વાડાની પાસા તળે ધરપકડ કરી રાજ્યની અલગ-અલગ જેલમાં મોકલ્યા છે
પોલિસની કડક કાર્યવાહી છંતા પાછલા થોડો મહિનાઓમા કચ્છમાં દારૂ ધુસાડવાના પ્રયાસો અવીરત ચાલુ છે. જો કે મતદાનના એક દિવસ પહેલા અંજાર નજીકથી ઝડપાયેલા દારૂના કિસ્સામાં મુખ્ય બુટલેગર સુધી પહોચવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે તો બીજી તરફ ચુંટણી બંદોબસ્ત વચ્ચે પોલિસે શાંતુપુર્ણ મતદાનમાં અડચણરૂપ તત્વો પર કાયદાકીય કાર્યવાહી ચાલુ રાખી છે