તાજેતરમાંથી દહિસરા ગામે થયેલી મારામારી અને એટ્રોસીટીની ફરીયાદમાં પોલિસ કાર્યવાહીમાં ચર્ચામા રહેલા માનકુવા પોલિસ મથકના પી.આઇની અચાનક બદલી થતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. જો કે પોલિસ અધિકારીઓએ આ બદલીને રૂટીન ગણાવી છે. પરંતુ લાંબા સમયથી માનકુવા પોલિસ મથકના પી.આઇ ચર્ચામાં હતા. અગાઉ પણ સુખપરમાં થયેલી એક હત્યાના કેસમાં નિર્દોષ લોકોની પુછપરછ મામલે ગ્રામજનોએ તેનો વિરોધ કર્યો હતો. તો ત્યાર બાદ માનકુવા પોલિસની હદમાં એક લગ્ન પ્રસંગમાં જાણીતા કલાકાર ગીતા રબારીની હાજરી અને ત્યાર બાદ તે મામલે ફરીયાદ ન થતા તેઓ ચર્ચામાં આવ્યા હતા. તાજેતરમાંજ દહિસરા ગામે થયેલી એક ફરીયાદના કેસમાં સમગ્ર પટેલ ચૌવીસીમાં માનકુવા પોલિસ અધિકારીઓ સામે રોષ હતો અને પી.આઇ વિહોલના નામ જોગ પચ્છિમ કચ્છ જીલ્લા પોલિસવડાને સમાજે ફરીયાદ કરી હતી. તેવામાં ફરીયાદના થોડાજ દિવસોમાં તેમની બદલી થતા સમગ્ર પોલિસ બેડામા તેની ચર્ચા છે. તેમના સ્થાને ઇન્ચાર્જ અધિકારી તરીકે પી.આઇ એમ.આર.બારોટને મુકાયા છે