
કચ્છનો સૌથી મોટી પોસ્ટ ઉચાપત મામલો આમતો ધણા લાંબા સમયથી ચર્ચામાં છે. મીડીયામાં આ મુ્દ્દાની ગંભીન નોંધ લેવાયા બાદ મામલાની ગંભીરતાથી તપાસ પોસ્ટ વિભાગે શરૂ કરી હતી. અને અંતે ભુજ એ ડીવીઝન પોલિસ મથકે એજન્ટ પ્રજ્ઞા ઠક્કર, તેના પતિ સચિન ઠક્કર તથા બે પોસ્ટ કર્મચારી બી.આર.રાઠોડ તથા બટુક વૈશ્ર્ણવ સામે 34 લાખથી વધુની રકમની ઉચાપત ખોટા સહિ-સિક્કા તથા સીસ્ટમનો દુર ઉપયોગ કરી કરાઇ હોવાની નોંધાઇ હતી. જે મામલે મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કરે આગોતરા અરજી કરી હતી જે કોર્ટે રદ્દ કરી હતી. જો કે આજે સચિન ઠક્કરની ભુજ એ ડીવીઝન પોલિસે ધરપકડ કરી છે. આવતીકાલે તેની પુછપરછ પછી કોર્ટમા રજુ કરાશે એક સમયે પૈસાની રીકવરી થવાના કિસ્સામા આ મામલે હળવી કાર્યવાહીની ચર્ચા હતી પરંતુ અંતે એજન્ટે પૈસા જમા ન કરાવતા ફરીયાદ નોંધાઇ હતી. સચિન ઠક્કરની ભુમિકા સહિત કૌભાડની સંપુર્ણ તપાસ માટે સચિન ઠક્કરના રીમાન્ડની માંગ કરાશે કચ્છના પોસ્ટ ઇતિહાસની મોટી ઉચાપતમાં મિડીયાની ખુબ મહત્વની ભુમીકા રહી હતી. અને સતત તથ્યપુર્ણ અહેવાલોને કારણેજ મહત્વના કેસમાં કૌભાડ આચરનારા ચહેરાઓ બેનકાબ થયા હતા. અને પોસ્ટ સાથે જોડાયેલા ખાતેદારોનો ડર પણ ઓછો રહ્યો હતો. અને તે મહત્વના કેસમાં હવે સચિન ઠક્કરની ધરપકડ થઇ છે